સચિન વઝે-મહા અઘાડી સરકાર માટે મહા રાહત લાવશે કે મહા આઘાત..?!

અંબાણી બોંબ કેસની આંટી અને ઘૂંટી એવી છે કે…

જીલેટીનની 20 લાકડીઓ 100 કરોડની હપ્તા વસૂલી સુધી પહોંચી ગઇ

મુંબઇમાં અનેક ધનપતિઓમાંથી અંબાણીને જ કેમ નિશાન બનાવાયા..?

પોલીસ અધિકારી વઝે કોર્ટમાં કંઇક રજૂ કરવા માંગે છે…! ખલબલી..મચી રે બાબા…

વઝે કી વજહ સે ઠાકરે સરકાર જાયેંગી યા….?

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

માયાનગરી મુંબઈમાં બરાબર એક મહિના પહેલાં 25 ફેબ્રુઆરીએ દેશના વગદાર-દમદાર-અસરદાર હસ્તી મુકેશ અંબાણીના ઘર “એન્ટિલિયા”ની બહાર એક કારમાંથી વિસ્ફોટકો મળી આવ્યા ત્યારે કોઇએ કદાજ એવી કલ્પના પણ નહીં કરી હોય કે આ ઘટના એન્ટેલિયાના પાયા નહીં પણ મહારાષ્ટ્રની મહા અઘાડી સરકારના પાયાને હચમચાવી નાંખશે…!! કારમાંથી મળી આવેલા વિસ્ફોટક સામગ્રીમાં કૂવો ગાળવા માટે વપરાતી જીલેટીનની લાકડીઓ હતી. તેને ફોડવા માટે તેની સાથે ડેટોનેટેર જોડવામાં આવે તો ધડાકો થાય. જો કે કારમાંથી આવા કોઇ ડેટોનેટેર મળી આવ્યાં નથી.

મિડિયામાં આ કેસ એન્ટેલિયા કેસ તરીકે ઓળખાય છે તો કોઇ મુકેશ અંબાણી બોંબ કેસ તરીકે લખે છે. પણ મોટા ભાગના મિડિયા મુકેશ અંબાણીનું નામ લખવાનું ટાળે છે અને તે સ્વાભાવિક પણ છે કેમ કે તેઓ ભારે દમદાર હસ્તી છે. તેઓ ઉદ્યોગપતિના દરજ્જાથી હવે ઉપર થઇ ગયા છે. એટલે તેમને હસ્તી કે શખ્શિયત કહીએ તો તેમને ખોટુ નહીં લાગે. જો કે તેઓ આ સમગ્ર ઘટનાથી દૂર છે. તેમના ઘરની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે એક પછી એક નવી નવી ચોંકાવનારી વિગતો બહાર આવી અને મામલો વાજતે ગાજતે 100 કરોડની કથિત હપ્તા વસૂલી સુધી પહોંચ્યો છે. બોલે તો સરકાર હીલ ગઇ બાવા….!!

મુંબઇના તત્કાલિન પોલીસ કમિશ્નર પરમબીરસિંહે પોતાની બદલી થયાં બાદ હૈયાવરાળ કાઢતાં 100 કરોડની હપ્તા વસૂલીનો દાવો કરતો લેટરબોંબ ફોડતા તો ફોડી નાંખ્યો પણ હવે આરોપને સાબિત કરવા કોર્ટના અને દિલ્હીના ચક્કર મારવા પડે તેમ જણાય છે. કેમ કે સુપ્રિમ કોર્ટમાં ગયા પણ ત્યાંથી તેમને બોમ્બે હાઇકોર્ટ જવાની સલાહ મળી. 100 કરોડના આરોપની તપાસ માટે હાઇકોર્ટ કોઇ આદેશ આપે તે પહેલા ઠાકરે સરકારે તાબડતોડ સીટની રચના કે તપાસ પંચ નિમી દીધુ. હાઇકોર્ટ દ્વારા હવે શું કાર્યવાહી કરાશે ઉસ પર સબ કી નિગાહે ટીકી હૈ..ટુગૂર…ટુગૂર…!

કેસને સમજીએ. કેસના મૂળમાં છે મુકેશ અંબાણી અને તેમનું આલિશાન મકાન. તેમના ઘરની બહાર કાર મૂકાઇ, તેમાંથી જીલેટીનની લાકડીઓ મળી, જાસાચિઠ્ઠી મળી અને કારના કથિત માલિક મનસુખ હીરેનની રરહસ્યમય સંજોગોમાં મોત. અને સૌથી પહેલા હાથમાં આવ્યાં મુંબઇ પોલીસના એપીઆઇ સચિન વાઝે. તેમની કથિત સંડોવણીના વિડિયો ફૂટેજ એક પછી એક બહાર આવી રહ્યાં છે એનઆઇએની મહેનતને કારણે. વાઝેની ધરપકડ તેમના પોલીસ બેડાએ કરી નથી પણ કેન્દ્રીય એજન્સી એનઆઇએ દ્વારા તેમને ધરપકડ બાદ એક કે બાદ એક…એટલા બધા ખુલાસા બહાર આવ્યાં કે આ કેસ ક્યાં જઇ રહ્યો છે..!! કેસનો એક છેડો ગુજરાત નજીક દમણ પહોંચ્યો છે અને દાદરાનગરહવેલી પણ પહોંચી શકે.

એન્ટીલિયાથી શરૂ થયેલો મામલો હવે એન્ટી ગવર્નમેન્ટ થઇ ગયો છે. ગૃહમંત્રી અનિલ દેશમુખની ખુરસી ડેન્જરઝોનમાં મૂકાઇ ગઇ છે. ભાજપની આઇટી સેલના નેતા અમિત માલવિયાને અભિનંદન એટલા માટે આપવા જોઇએ કે શરદ પવારની ચાલી રહેલી પત્રકાર પરિષદમાં જ દેશુંખનો 15 ફેબ્રુઆરીનો વિડિયો જાહેર કરીને પવારને મૂંઝવણમાં મૂક્યા. જો કે તેમાં તે વખતે હાજર કેટલાક પત્રકારોની ત્વરિતતા પણ કાબિલે તારીફ હતી. માલવિયાએ ટ્વીટ મૂકતા જ પત્રકાર પરિષદમાં હાજર પત્રકારોને પણ એ ટ્વીટ મળી અને પવારને સવાલ- સર આપ તો કહે રહે થે કે 15 ફરવરી કો તો દેશમુખ કોરોના કે ઇલાજ કે લિયે અસ્પતાલ મેં થે લેકિન માલવિયાને ટ્વીટ કર વિડિયો જાહીર કિયા જીસ મેં 15 ફરવરી કો દેશમુખ પત્રકારો સે બાત કર રહે હૈ ઔર જાનકારી દે રહે હૈ….!! કોંગ્રેસવાળા તો આવુ કરી જ ના શકે અને એટલે કોંગ્રેસ પાછળ છે અને ભાજપ સૌથી આગળ…!!

સમગ્ર કેસમાં એનઆઇએ દ્વારા સૌથી પહેલા જેમની ધરપકડ થઇ તે વઝેની સામે હવે આતંકવાદની કલમો લગાવવામાં આવી છે. રાજકારણના જાણકારો, નિષ્ણાતો, રાજકિય દાવપેચ, રાજ્યપાલ સમક્ષ ઠાકરે સરકારના કારનામાની ફરિયાદ, રાષ્ટ્રપતિ શાસનના ભણકારાં અને ભાજપને શિવસેનાની વળતી ચીમકી કે યે આગ મેં તુંમ ભી જલ કર રાખ હો જાઓંગે..સામસામે રાજકિય સ્પર્ધાને બદલે અંગત દુશ્મનાવટભર્યા સંબંધો નિર્દેશ કરે છે કે જો ઠાકરેની સરકારને ભાજપે ઉથલાવી તો તે પછીની વિધાનસભા ચૂંટણીઓ બંગાળની જેમ યુધ્ધની રીતે, યોજાશે નહીં પણ લડાશે..!

એન્ટીલિયા કેસમાં સ્પેશલ કોર્ટે સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેને 3 એપ્રિલ સુધી એનઆઇએ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો તે વખતે કોર્ટમાં જજ સમક્ષ રિમાન્ડ પર સુનાવણી દરમિયાન વાઝેએ મોટો દાવો કર્યો કે “તેમને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે, મારુ આ કેસમાં કંઈ લેવા દેવા નથી. હું જ બોંબ કેસની તપાસ કરી રહ્યો હતો. આ કેસનો આઇઓ હું જ હતો. કેટલાક બદલાવ થયા અને 13 માર્ચે જ્યારે એનઆઈએની ઓફિસ ગયો તો મારી ધરપકડ કરવામાં આવી. આ બધી ઘટનાઓ પાછળ કેટલુક બેકગ્રાઉન્ડ છે. મારા બધુ જ જણાવવું છે. બધા કહી રહ્યા છે કે મે ગુનો સ્વિકારી લીધો છે, આ ખોટું છે. મે કોઈ ગુનો કબુલ્યો નથી. હુ માત્ર દોઢ દિવસ માટે આ કેસનો આઇઓ હતો. ક્રાઈમ બ્રાંચ એટીએસ બધા તપાસ કરી રહ્યા હતા. મારી કેટલીક વાતો કોર્ટના રેકોર્ડ પર લાવવી છે“. કહે છે કે તેના પર જજે કહ્યું કે તમે તમારા વકીલને પૂછો. વકીલ સાથે વાત કર્યા બાદ નક્કી થયું કે સચિન વાઝે લેખિતમાં પોતાની વાત કોર્ટને સોંપશે…! સીધો અર્થ કે તેમની લેખિત રજૂઆતમાં ફિર એક બાર ધૂમધડાકા નિકળે તો કહ નહીં શકતે…!

સચિન વાઝેના વકીલની દલીલ- તપાસ એજન્સી એનઆઈએ સાબિત કરે કે અનલોફુલ એક્ટીવીટી પ્રિવેન્શન એક્ટ આ કેસમાં કઈ રીતે લાગૂ પડી શકે. જિલેટીન સ્ટીક્સ ડેટોનેટર વગર બોમ્બ ન બની શકે. અને આ કેસ માત્ર ઈન્ડિવિઝ્યૂલ એટલે કે વ્યક્તિગત રીતે મુકેશ અંબાણીને લઈને છે, ના કે સમગ્ર સમાજ સામે…? . UAPA લગાવવા માટે જરૂરી છે કે આખા સમાજને કે સમૂહને તેનાથી ખતરો હોય. આ કેસમાં દેશની અખંડતાને કોઈ નુકસાન નથી પહોંચી રહ્યું…

ક્યા યે કેસ મુદ્દે સે ભટક રહા હૈ ક્યા..? મૂળ એ જ છે કે અંબાણીભાઇના ઘરની બહાર જ કેમ વિસ્ફોટક સાથેની કાર, માનો કે વઝેએ મૂકી તો તો તેની પાછળનો હેતુ શું છે..? અપરાધની ભાષામાં કહીએ તો ગુનો કરવા પાછળનો મોટીવ શું છે..? મુંબઇમાં બીજા ઘણાં ઉદ્યોગપતિઓ રહે છે, તેમાંથી અંબાણીભાઇને જ કેમં નિશાન બનાવવામાં આવ્યાં…? .કારમાંથી ચિઠ્ઠી મળી આવી એ કોણે લખી, કેસને આતંકવાદ સાથે કેમ જોડવાનો પ્રયાસ થયો..? યે સારી વજહ વઝે હી જાનતા હૈ…કે તેમની સાથે કોઇ બીજા રાજકિય કે પોલીસ દળના મોટા માથાં પણ છે કે કેમ..? વઝે કોર્ટમાં ખુલાસા કરશે ત્યારે કદાજ મહાઅઘાડી સરકારને મહા રાહત મળી શકે અથવા મહા આઘાત…?!

-દિનેશ રાજપૂત

 107 ,  1