Video: સેક્રેડ ગેમ્સ 2નું નવું ટીઝર આવ્યું સામે, ‘જોજો’નો થયો ખુલાસો

સેફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ચર્ચિત વેબ સીરિઝ સેકર્ડ ગેમ્સ 2 આવતા મહિને સ્વતંત્રતા દિવસથી સ્ટ્રીમ થશે. Netflixની આ વેબ સીરિઝની પહેલી સિઝન ખૂબ જ લોકપ્રિય થઈ હતી. હવે તેની બીજી સિઝનને લઈને ખૂબ જ ચર્ચાઓ છે. વધતા સમયની સાથે મેકર્સ નવા ટીઝર્સ રીલિઝ કરતા રહે છે અને આ ક્રમમાં તેનું નવું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે.

નેટફ્લિક્સે ગણેશ ગાયતોંડે (નવાઝુદ્દીન સિદ્દીકી) નું એક ટીઝર શેર કર્યું હતું અને આજે ઓનલાઇન ફોટો અને વીડિયો શેરિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરવામાં આવ્યું છે. આ ટીઝરની વિશેષ વાત એ છે કે શ્રેણીમાં ‘જોજો’ (સુરવીન ચાવલા)નું પાત્ર બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટીઝરમાં ગાયતોંડે અને જોજો સાથે ફોન પર વાતમાં સામેલ છે.

આ પહેલા નેટફ્લિક્સે પોતાના એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના ગણેશ ગાયતોંડેવાળા લુકમાં દેખાઈ રહ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, ગણેશ ગાયતોંડે સોફા પર મૃત હાલતમાં પડ્યો છે. દરમિયાન બેકગ્રાઉન્ડમાંથી એક અવાજ આવે છે. ભગવાનમાં માનો છો? પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે, ભગવાન શામાં માને છે? દરમિયાન પાછળથી ગણેશ ગાયતોંડેનો હાથ આવે છે અને તે ખભા પર હાથ મુકે છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી