‘સાધુ-સંત ફિલ્મ નથી જોતા પરંતુ હવે…’

આશ્રમ-3ના હોબાળા વચ્ચે ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાની ચેતવણી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પ્રકાશ ઝાની વેબ સીરિઝ આશ્રમ-3ના શૂટિંગ દરમિયાન હોબાળો કરવામાં આવ્યો હતો અને શૂટિંગ રોકવુ પડ્યુ હતું. આ બાબતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાધ્વી પજ્ઞા સિંહ ઠાકુરે પણ આક્રમક વલણ દર્શાવ્યું છે. સોમવારના રોજ તેમણે કહ્યું કે, ભારતમાં રહીને સનાતન ધર્મ સાથે ચેંડા કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. સાધુ-સંત ફિલ્મો નથી જોતા, પરંતુ એક અલગથી વિભાગ બનાવવામાં આવશે. હવે કોઈ પણ ફિલ્મ બનાવતા પહેલા આ વિભાગ તેની સ્ક્રિપ્ટ વાંચશે, ત્યારપછી જ ફિલ્મ બનાવવાની મંજૂરી આપવામાં આવશે.

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, આ વિષે તે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પત્ર પણ લખશે. તે મુખ્યમંત્રીને પૂછશે કે, આશ્રમ 3ના શૂટિંગ માટે પરમિશન કેવી રીતે આપવામાં આવી. શું પરમિશન આપતા પહેલા સ્ક્રિપ્ટ વાંચવામાં આવી હતી? રોષે ભરાયેલા સાધ્વી પ્રજ્ઞાએ ચેતવણી આપતા કહ્યું કે, હિન્દુ સનાતન ધર્મની વ્યવસ્થાઓ અને ધર્મને બદનામ કરતા આ પ્રકારના પ્રયત્નોને મંજૂરી આપવામાં નહીં આવે. જો આવુ થયું તો તે પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આવા લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી પણ તેમણે આપી.

સાધ્વી પ્રજ્ઞા ભારત ભક્તિ અખાડાના મહામંડલેશ્વર છે. સોમવારના રોજ અખિલ ભારતીય સંત સમિતિએ વેબ સીરિઝ વિરુદ્ધ પોતાનું આવેદન આપ્યુ અને શૂટિંગ રોકવાની અપીલ કરી. ત્યારપછી મીડિયા સાથેની વાતચીતમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, અમારા અખાડા તરફથી એક વિભાગ બનાવવામાં આવશે. સાધુ સંતો ફિલ્મો નથી જોતા, પરંતુ વિભાગ આ પ્રકારની તમામ ફિલ્મ અને વેબ સીરિઝ પહેલા જોશે. કોઈ પણ પ્રકારના વાંધાજનક સીન્સને હટાવવામાં આવશે. ધર્મને ખોટી રીતે રજૂ કરનારા સીન, ફોટો અથવા વીડિયોને દૂર કર્યા પછી ફિલ્મ રીલિઝની મંજૂરી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ ભોપાલમાં આશ્રમ 3ના શૂટિંગ દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાઓએ ખૂબ હોબાળો કર્યો હતો. તેમણે પ્રકાશ ઝા પર શાહી ફેંકી હતી અને કર્મચારીઓ સાથે મારપીટ પણ કરી હતી. વેનિટી વાન સહિત પાંચ વાહનોમાં તોડફોડ કરી હતી. આમાં અનેક કર્મચારીઓને ઈજા પણ થઈ હતી. ત્યારફછીથી આ પ્રકારની ફિલ્મ અને વેબ સીરિઝના કન્ટેન્ટ પર ચર્ચા શરુ થઈ ગઈ છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી