ઉધનામાં જમીન વિવાદમાં સાઢુની ગળું કાપી હત્યા, કોથળામાંથી મળી લાશ

જમીન વિવાદમાં ખેલાયો ખૂની ખેલ, સાઢુભાઈનું ગળું કાપી લાશ કોથળામાં બાંધી દીધી

સુરતમાં વધુ એક ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. જમીન વિવદામાં સાઢુએ સાઢુભાઇનું ગળું કાપી કરપીણ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે ઉધના પોલીસે આરોપી સાઢુનું અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે, મૂળ ઓરિસ્સાના અને લિંબાયતમાં રહેતા મિત્તુ બટુક પ્રધાન(ઉં.વ.30)ની લાશ ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં મકાનમાંથી મળી આવી હતી. જ્યાંથી લાશ મળી તે મૃતક મિત્તુના સાઢુભાઈ કંદરપા પ્રધાનનું મકાન છે. ઓરિસ્સામાં જમીન મુદ્દે બંને સાઢુભાઈઓ વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો.

બુધવારે મિત્તુ જમીન મુદ્દે વાત કરવા માટે કંદરપાના ઘરે જતા બંને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા કંદરપાએ મિત્તુ પર ચાકુથી ઘા કરીને ગળુ કાપી નાખ્યું હતું. આ પછી લાશ કોથળામાં બાંધીને ત્યાંજ મુકીને રૂમ બંધ કરીને નાસી ગયો હતો.

કંદરપાએ મિત્તુ પર લેસપટ્ટીના ચાકુથી ઘા કરીને ગળુ કાપી નાખ્યું હતું. બાદમાં લાશને કોથળામાં બાંધીને ત્યાં જ મુકીને રૂમ બંધ કરીને નાસી ગયો હતો. મોડી રાત્રે પોલીસને બાતમીદારે માહિતી આપી કે વિજયાનગરમાં મકાનમાં લાશ પડી છે. તેથી પોલીસે ત્યાં જઈને તપાસ કરતા કોથળામાં લાશ હતી. તપાસમાં તે લાશ મિત્તુની હોવાનું જણાયું.પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપી કંદરપાને ડિટેઇન કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

એસીપી સી કે પટેલએ જણાવ્યું હતું કે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. મીતું બટુક પ્રધાનની હત્યા બાદ હત્યારા કંદરપા ઓડિશા ભાગી છુટે તે પહેલાં જ પોલીસે પકડી પાડ્યો હતો.બન્ને સાઢુભાઈને વતન ઓડિશામાં નજીક નજીકમાં જમીન હોય આ વિવાદમાં લેસપટ્ટીના તિક્ષણ હથિયાર જેવી પટ્ટીથી હત્યા કરવામાં આવી છે હાલ વધુ તપાસ ચાલુ છે

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર