ગોંડલમાં સગીરાનો આપઘાત, આશાપુરા ડેમમાં કૂદી મોતને કર્યું વ્હાલું

સગીરા મરતા પહેલા ફોન ઉપર કરી રહી હતી વાત, અચાનક ડેમમાં ઝંપલાવ્યું

ગોંડલમાં યુવતીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ગોંડલ આશાપુરા ડેમમાં એક યુવતીનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું છે. ગોંડલ શહેરમાં આવેલા આશાપુરા ડેમમાં એક યુવતીની લાશ તણાતી હોવાના સમાચાર ફાયરબ્રિગેડને મળ્યા હતા. ત્યારે ફાયરબ્રિગેડને જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તેમજ ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસનો કાફલો દોડી ગયો હતો.

મળતી વિગત મુજબ, પૂજા રમેશ ભાઈ ડાભી નામની સગીરાએ ડેમમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. ગુરૂવારના બપોરના આશરે 1 વાગ્યા આસપાસ એક યુવતીએ આશાપુરા ડેમમાં ઝંપલાવ્યું હતું. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ ફાયરની ટીમે સગીરા મૃતદેહ બહાર કાઢ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને બનાવની જાણ ગોંડલ સિટી પોલીસને થતા પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો. આ આત્મહત્યા મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જો કે આશાપુરા ડેમ ખાતે CCTV હોવાથી આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આશાપુરા રોડ, આશાપુરા પાર્ટી પ્લોટ વાળી શેરીમાં રહેતી પૂજા રમેશભાઈ ડાભી (ઉ.વ.17)એ આશાપુરા ચેકડેમ પાસે આવી મોબાઈલ ફોનમાં વાત કરતા કરતા ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી.

દોઢ માસ પહેલા જ પાડોશમાં રહેતા યુવાન સાથે સગાઈ થઈ હતી. યુવતી છેલ્લે કોની સાથે વાત કરી રહી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

 30 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર