ડ્રગ્સ પેડલર મહિલા અને બોયફ્રેન્ડના ત્રાસથી સગીરાએ પીધું ફિનાઈલ

રાજકોટમાં ડ્રગ્સ માફિયાનું ‘રાજ’

ડ્રગ્સ વેચવા દબાણ કરતા સગીરાએ કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં ડ્રગ્સ પેડલર મહિલાના ત્રાસથી 17 વર્ષીય સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ડ્રગ પેડલરની હેરાનગતિથી કંટાળેલી સગીરાએ ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ સગીરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહિલા અને તેનો બોયફ્રેન્ડ સગીરાને ડ્રગ્સ વેચવા દબાણ કરતા હોવાનો આરોપ સગીરાએ લગાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે રહેતી સગીરાએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ મામલે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડ અને જયમીન પટેલે યુનિવર્સિટી પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી. જેમાં સગીરાએ કહ્યું કે, રાત્રે અગિયાર વાગ્યે ડ્રગ પેડલર મહિલાનો બોયફ્રેન્ડ તેને ઘરમાં આવીને ઘમકી આપી ગયો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સગીરાનો પરિવાર અગાઉ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતો હતો. જ્યાં તે બ્યુટી પાર્લર ચલાવતી હતી. તે સમયે એક મહિલા તેની પાસે બ્યુટી ટ્રીટમેન્ટ માટે આવતી હતી. એક દિવસ મહિલાએ સગીરાને તેના પર્સમાંથી વસ્તુ કાઢવા કહ્યુ હતું. ત્યારે સગીરાના હાથમાં સફેદ કલરનુ પડીકુ આવ્યુ હતું, એ જ સમયે મહિલાએ સગીરાનો પડીકા સાથે ફોટો પાડી લીધો હતો. આ મહિલાએ સગીરાને તેના પાર્લરમાં ડ્રગ્સના પડીકા વેચવાનું કહ્યુ હતું. પણ સગીરાએ તે કરવા ના પાડી હતી. આ બાદ મહિલાએ તેને ડ્રગ્સવાળો ફોટો બતાવીને ધમકી આપી હતી કે, જો તુ ડ્રગ્સ નહિ વેચે તો તારો ફોટો વાયરલ કરી દઈશ. આમ, મહિલા સગીરાને કેટલાક ડ્રગ્સના પેકેટ આપતી, જે અજાણ્યા લોકો આવીને લઈ જતા હતા. 

સગીરાએ જણાવ્યું કે, આ બાદ સગીરા નવા વિસ્તારમાં રહેવા આવી હતી, ત્યાં મહિલા ડ્રગ પેડલરનો બોયફ્રેન્ડ રાત્રે 11 વાગ્યે મારા ઘરમાં આવી ચઢ્યો હતો. ત્યારે સગીરાએ તેને પાર્સલ લેવાની ના પાડી હતી. તેની દાદીમા જાગી જતા યુવક ત્યાંથી ભાગી ગયો હતો. હું ગભરાઈ ગઈ હતું. જેથી મેં ફિનાઈલ પીધુ હતું. 

 66 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી