ડીસામાં સગીરા સાથે દુષ્કર્મ, હોટલમાં લઇ જઇ ચાકુની અણીએ ગુજાર્યો બળાત્કાર

કારચાલકે પણ સૃષ્ટિ  વિરુદ્ધનું કૃત્ય આચર્યું

નોકરી આપવાનું કહી હોટલમાં લઇ જઇ સગીરાને પીંખી નાખી

ડીસામાં નોકરીની લાલચ આપી હોટલમાં લઈ જઈ ચાકુ બતાવી બળજબરી પૂર્વક સગીરા પર દુષ્કર્મ તેમજ સૃષ્ટિ  વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ફરિયા ડીસા દક્ષિણ પોલિસ મથકે નોંધાઈ છે. આ મમલે પોલીસે બે યુવકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
ડીસામાં હાઇવે સ્થિત એક સોસાયટીમાં રહેતી  ઘરકામ કરી પરિવારને મદદરૂપ થતી સગીરાને  મોબાઈલમાં ફેસબુકથી તરૂણકુમાર  મીઠાલાલ ઠક્કર (માધવાણી) ના સમર્કમાં આવી હતી.  જે દરમિયાન તરુણ તેને  મોલ માં ૧૦હજારના પગારની નોકરી આપવાની લાલચ આપી  બગીચા નજીક મળવા બોલાવી હતી. બાદમાં નાસ્તા કરવાના બહાને તરુણ આ સગીરાને  કારમાં બેસાડી  સ્પોર્ટકલબ નજીક સીટી પ્લાઝા હોટલમાં લઇ ગયો હતો. આરોપી તરુણની સાથે અન્ય એક યુવક રોહિત માધવાણી પણ સાથે હતો.
 
સગીરાને  હોટલમાં લઇ ગયા બાદ તરુણે બળજબરી પૂર્વક બાથમાં લઇ શારીરિક અડપલા કર્યા હતા. ત્યાર બાદ ધમકી આપી ચાકુ બતાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે અન્ય એક આરોપી રોહિત માધવાણી સગીરા સાથે સૃષ્ટિ  વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ આરોપી તરુણે જાનથી મારી નખવાની ધમકી આપી જતો રહ્યો હતો.

આ સમગ્ર ઘટના બાબતે  પીડિત સગીરાએ આ બાબતની જાણ તેના ધરમના ભાઈને કરી હતી અને આ બાબત તેના પરિવારજનો એ લઈ  ડીસા દક્ષિણ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે  તરુંણકુમાર મીઠાલાલ ઠક્કર (માધવાણી) રહે.૧૮ ગોલ્ડનપાર્ક ડીસા તેમજ કારચાલક રોહિત માધવાણી વિરુદ્ધ કલમ 376 506(2) મુજબ ગુનો વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

 30 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર