રાજકોટ : સગીરાને ભગાડી લઇ જઇ સતત 12 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ

સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો, યુવકે સતત 12 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ

રાજકોટ શહેરમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં લગ્નની લાલચ આપી ભગાડી લઇ જઇ યુવકે 12 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની સગીરાએ ફરિયાદ કરી છે. હાલ આ મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના બારવણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતની 16 વર્ષની પુત્રીને લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ દુષ્કર્મ આચરનાર નવાગામ (બામણબોર)ના નિતેશ રમેશ જેસાણી નામના શખ્સને કુવાડવા રોડ પોલીસે કુવાડવા ચોકડી પાસેથી ઝડપી લઇ ધરપકડ કરી છે. તરુણીને પ્રેમજાળમાં ફસાવી 22 વર્ષીય નિતેશ ગત તા.2ની સવારે વાડીએ કાર લઇ આવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.

પરિવારજનોની શોધખોળ કરવા છતાં પુત્રીની ભાળ મળી ન હતી. તે દરમિયાન બનાવના 12 દિવસ બાદ પુત્રી પરત ઘરે આવી હતી અને હકીકત જણાવતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદને પગલે 21 દિવસ સુધી નાસતો ફરતો નિતેશ કુવાડવા ચોકડી પાસે ઊભો હોવાની માહિતી મળતા તુરંત પીઆઇ એમ.સી.વાળા સહિતની ટીમ ત્યાં દોડી જઇ નિતેશને પકડી પાડ્યો હતો. અને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી છે.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર