અમદાવાદ : સગીરાના પરિવારે પ્રેમીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધો, લાશ કેનાલમાં ફેંકી દીધી

પ્રેમી યુવકનું ગળું દબાવી કરી હત્યા, ચારની ધરપકડ : લાશની શોધખોળ જારી

પ્રેમ પ્રકરણમાં યુવક કે યુવતીનું અપહરણ કરી હત્યા કરાઈ હોય તેવા કિસ્સા યુપી, બિહારમાં સંખ્યાબંધ વખત પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ યુપી વાળી થઇ હોય તેવો ચોંકાવનારો કિસ્સો કૃષ્ણનગર પોલીસ મથકમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રેમીનું સગીરા પ્રેમીના પરિવારે સરેઆમ ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં જ અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેનું ગળુ દબાવી હત્યા કરી હતી અને લાશ કેનાલમાં નાંખી દીધી હતી. આ મામલે કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી ચારે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો જીગ્નેશ સિંહ થોડા દિવસથી ઘરે આવ્યો ન હોવાથી તેના પરિવાર જનોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કૃષ્ણનગર પોલીસે જીગ્નેશની શોધખોળ હાથધરી હતી. પોલીસ તપાસમાં જીગ્નેશને ડભોડા નજીક મેદરા ખાતે રહેતી એક સગીરા સાથે પ્રેમ સંબધ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તે સદર્ભમાં તપાસ હાથધરી હતી. ત્યારબાદ પોલીસે સગીરાના પરિવારજનોને પુછપરછ માટે બોલાવ્યા હતા. જો કે સગીરાના પરિવારજનો પોલીસને તે અંગેની કોઈ જાણકારી ન હોવાનું જણાવતા હતા.

પરંતુ પોલીસે તેમની સઘન પુછપરછ કરતા પરિવારજનો પિગળી ગયો હતો અને પોલીસને જણાવ્યું હતું કે, જીગ્નેશ તેમની દિકરી સાથે પ્રેમ સંબંધમાં જોડાયો હતો અને તેઓ ફરવા પણ ગયા હતા. જોકે, બન્નેના પ્રેમથી પરિવારજનો ખુશ ન હતા અને જીગ્નેશને સબક સીખવાડવા માટેની નિર્ણય લીધો હતો.

આ દરમિયાન થોડા દિવસ પહેલાં સગીરા અને જીગ્નેશ એક બીજાને મળવા માટે ગયા હતા. ત્યારે જ સગીરાની માતા-પિતા પિતરાઈભાઈ અને કાકા ભેગા થઈને કૃષ્ણનગરની સત્યમ સ્કૂલ પાસેથી ઈકો ગાડીમાં ફિલ્મી સ્ટાઇલમાં જીગ્નેશનું અપહરણ કરી લીધું હતું. આ આઅપહરણ કરી જીગ્નેશ સાથે મારઝુડ કરી હતી અને ગળુ દબાવી તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બાદ કોઇને આ અંગે જાણ ન થાય તે માટે પરિવારે જીગ્નેશને ફાગવેલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં નાખી દીધી હતી.

આ અંગેની કબુલાત કરતા પોલીસે ડભોડા પાસે મેદરા ગામમાં રહેતા સગીરાના કાકા દિલિપ સિંહ પરમાર, પિતા છત્રસિંહ પરમાર, પિતરાઈભાઈ અજિત સિંહ બીબોલા અને માતા વિભા બેન છત્રસિંહ પરમારની ધરપકડ કરી છે.

મૃતકની લાશની શોધખોળ જારી

જીગ્નેશને નર્મદા કેનાલમાં નાખી દીધો હોવાનું જાણ થતા પોલીસની ટીમે તેની ભાળ મેળવવા માટે ગોતાખોરો મારફતે રોજના બેથી અઢી કિલો મીટર સુધી તપાસ ચાલુ કરી છે. જો કે હજી સુધી જીગ્નેશની કોઈ ભાળ મળી નથી. પરંતુ લાશ શોધવા માટે ક્વાયત જારી છે.(એ.જે.ચૌહાણ, પીઆઇ, કૃષ્ણનગર)

આરોપીના રિમાન્ડ મેળવવવા તજવીજ જારી છે- ડીસીપી ઝોન-4

આરોપીઓની કબુલાતના આધારે અમે અત્યારે મૃતકની લાશની શોધખોળ બે દિવસથી કરી રહ્યાં છીએ. જો કે, હજુ લાશ મળી નથી. આરોપીઓ હાલ તો ગળુ દબાવી હત્યા કરી લાશ ફેંકી હોવાનું કહી રહ્યાં છે. પરંતુ ખરેખર આરોપીઓની કબુલાત મુજબની ઘટના બની છે કે નહીં તે સહિતના મામલે તપાસ કરવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. (રાજેશ ગઢીયા, ડીસીપી ઝોન-4)

પ્રેમ પ્રકરણમાં યુવક કે યુવતીની હત્યા કરાઈ હોય કે પછી અન્ય કોઈ રીતે નુકશાન પોહ્ચાડવામાં આવ્યું હોય તેવા કિસ્સાઓ ગુજરાત બહારના રાજ્યોમાં બનતા હોવાની વાતો સામે આવતી રહી છે. જો કે કદાચ આવો કિસ્સો પહેલી વખત ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદ જેવા શહેરમાં બન્યો હશે કે જેમાં પ્રેમ કરનાર યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે પ્રેમી યુવકને છોકરીના ઘરના સભ્યો જ મોતના ઘાટ ઉતારી નાંખતા હોય છે. જો કે મહત્વનું છે કે આવા કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકય છે.

 76 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર