September 23, 2020
September 23, 2020

સાજિદ ખાન પર મોડલનો આરોપ – ફિલ્મમાં રોલ આપવાં માટે કપડાં ઉતારવાં કહેતો…

ગંદી વાતો કહી, ખોટી રીતે અડપલા કર્યા હતા સાજિદ ખાને’

વર્ષ 2018માં #MeToo મૂવમેન્ટને બોલિવૂડમાં હલચલ મચાવી દીધી હતી. અનેક હસ્તીઓ પર શારીરિક શોષણનો આરોપ લાગ્યો હતો. આ દરમિયાન ફિલ્મ નિર્માતા સાજિદ ખાન પર એક પત્રકાર સહિત કેટલીક અભિનેત્રીઓએ સાજિદ ખાન પર શોષણનો આરોપ લગાવ્યા હતા. ત્યારે હવે વધુ એક મોડલે ગંભીર આરોપ લગાવ્યો છે.

મોડલ પાઉલાએ સાજિદ ખાન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. આ અંગે મોડેલે ઇન્સ્ટાગ્રામ પર તો એક પોસ્ટ શેર કરી છે. જેમાં સાજિદ ખાને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

મૉડલ પાઉલાએ કહ્યું કે તેની પાસે કોઇ ગૉડફાધર ન હતો, અને તેના પરિવાર માટે કમાવનાર કોઈ નહતું. એટલે તે ચૂપ રહેતી હતી. મૉડલનુ કહેવુ છે કે હવે તે ફિલ્મ નિર્માતા વિરુદ્ધ બોલવાની હિંમત આવી છે કેમકે તેના માતા પિતા હવે તેની સાથે છે. 

પાઉલાએ જણાવ્યું છે કે જ્યારે હું 17 વર્ષની હતી ત્યારે સાજિદ ખાને મારું શોષણ કર્યું હતું. તે મારી સાથે ગંદી વાતો કરતો હતો. અને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતો હતો. મોડલે કહ્યું, ‘હાઉસફુલ’માં રોલ આપવા માટે મને તેની સામે કપડાં ઉતારવાનું કહ્યું હતું.

વધુમાં જણાવ્યું, ભગવાન જાણે તેણે કેટલીયે છોકરીઓ સાથે આવું કર્યું હશે. હવે હું આ બધુ જ સામે લાવી છું કારણ કે મને અહેસાસ થયો કે, તેનાંથી હું કેટલી ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી. જ્યારે હું બાળકી હતી ત્યારે મે ન બોલવાનું પસંદ કર્યું હતું.

મૉડલ પાઉલાએ આરોપ લગાવ્યો કે સાજિદ ખાને પોતાની ફિલ્મ હાઉસફૂલમાં રૉલ આપવાના માટે પોતાની સામે કપડાં ઉતારવા કહ્યું હતુ. 

આપને જણાવી દઇએ કે, આ પહેલાં સાજિદ ખાન પર સૌથી પહેલાં એક મહિલા પત્રકારે સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. જે બાદ એક્ટ્રસ સલોની ચોપરા, રશેલ વ્હાઇટ, સિમરન સૂરીએ પણ સાજીદ ખાન પર સેક્સુઅલ હેરેસ કરવાનો આરોપ લગાવ્યો છે.

 86 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર