September 26, 2022
September 26, 2022

સાક્ષી મહારાજનો બફાટ: ‘તબરેઝ યાદ આવે છે, સૈંકડો હિંદુ માર્યા ગયા તે નથી યાદ આવતા’

ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમણે એક એવું વિવાદિત નિવેદન આપ્યું છે જેને લઇ તેઓ ચર્ચાના વિષય બન્યા છે. તબરેઝ અંસારી સાથે થયેલી મોબ લિંચિંગ પર સવાલ કરતા સાક્ષી મહારાજે કહ્યું કે, આ મીડિયા માટે દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, તબરેઝ અંસારી તો યાદ આવે છે પરંતુ સૈંકડો હિંદુઓ મારી દેવામાં આવે છે તે યાદ નથી આવતા.

એટલું જ નહીં આગળ તેમમે એવું પણ કહ્યું કે, કાશ્મીરમાં સૈનિકો સાથે શું થઇ રહ્યું છે તે તમને યાદ નથી આવતું. ચાંદની ચોકમાં મંદિર તોડી પાડવામાં આવ્યું તે પણ તમને દેખાતું નથી. નાની-નાની માસૂમ બાળકીઓ પર રેપ થઇ રહ્યાં છે. તે પણ તમને નથી દેખાતું. માત્ર એક તબરેઝ અંસારીની વાત જ કરશો. તમે હિંદુસ્તાનમાં અન્ય લોકો પણ રહે છે તેમના વિશે કેમ કંઇ નથી પુછતા.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી