Video: સલમાને સ્વેગથી પૂર્ણ કરી ચેલેન્જ, ‘ડોન્ટ થકાઓ, પાણી બચાઓ’

હાલમાં સોશિયલ મીડિયા પર #BottleCapChallenge ઘણું ટ્રેન્ડ થઇ રહ્યું છે. જેને કારણે શરૂઆતમાં અક્ષય કુમારે તેની સુપર કિકથી બોટલનું ઢાંકણું ખોલ્યુ અને તે બાદ તેને ફોલો કરતાં ઘણાં ફેન્સ અને સ્ટાર્સે આ ચેલેન્જ એક્સેપ્ટ કરી. અને ચેલેન્જ પૂર્ણ કર્યું. પણ સોશિયલ મીડિયા પર કેટલાંક એવાં પણ વીડિયો છે જે ઘણાં ફની છે. એવામાં હવે બોલિવૂડનાં ભાઇજાને પણ આ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી અને એક ખાસ વીડિયો શેર કર્યો છે.

View this post on Instagram

Don’t thakao paani bachao

A post shared by Salman Khan (@beingsalmankhan) on

હાલમાં સોશિયલ મીડિયા પર સલમાન ખાન ખુબજ એક્ટિવ છે. અને રવિવારે તે ઇન્સ્ટાગ્રામ પર #BottleCapChallenge ને એક્સેપ્ટ કરતાં તેનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે અક્ષય કુમારની જેમ કિક તો નહોતી મારી પણ તેનાં ફેન્સને એક મેસેજ જરૂરથી આપ્યો હતો.

વીડિયોમાં સલમાન કિકની જગ્યાએ ફૂંક મારીને બોટલનું ઢાંકણું ખોલે છે. અને એક ઘુંટડાંમાં બધુ જ પાણી પી લે છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ડોન્ટ થકાઓ, પાણી બચાઓ’. આ વીડિયોથી સ્પષ્ટ છે કે સલમાન તેનાં આ વીડિયો દ્વારા લોકોને પાણી બચાવવાનો મેસેજ આપ્યો છે આ વીડિયો સલમાને જિમમાં શૂટ કર્યો છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી