“દબંગ ખાન” વિરુદ્ધ વધુ એક કેસ, શું છે આખો મામલો

બહુચર્ચિત કાળા હરણ શિકાર મામલે જોડાયેલાં હથિયારનું લાઇસન્સ ગૂમ થઇ જવાને લઇને સલમાન ખાન તરફથી જુઠ્ઠુ શપથ પત્ર ૧૧ જુને ગ્રામીણ કોર્ટમાં સુનાવણી થઇ હતી, આ વર્ષ 1998ને આ મામલે સુનાવણી દરમિયાન સલમાન ખાનનાં વકિલે કોર્ટમાં કહ્યું હતું કે, સલમાન ખાનનું કોઇપણ રીતે એવું મંતવ્ય ન હતું કે તે, જુઠુ શપથ પત્ર રજૂ કરે. એવામાં તેમનાં વિરુદ્ધ કોઇપણ પ્રકારની ન્યાયિક કાર્યવાહી થઇ નથી. 20 વર્ષ પહેલાં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નાં શૂટિંગ માટે આવેલી ફિલ્મની ટીમે ચિંકારાનો શિકાર કર્યો હતો. તે પ્રકરણમાં સલમાન તરફથી હથિયારનું લાયસન્સ ખોવાઇ ગયાને લઇને શપથ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. સામા પક્ષે આ શપથ-પત્રને જુઠુ ગણાવી કોર્ટને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેનાં માટે કલમ 340 હેઠળ કાર્યવાહી શરૂ કરવા પ્રાર્થના પત્ર વર્ષ 2006માં રજૂ કર્યુ હતું. આ મામલે સતત સુનાવણી થયા બાદ કોર્ટે ૧૧ જુનને આ કેસમાં 17 જૂનનાં રોજ નિર્ણય સંભળાવવાનો આદેશ કર્યો છે.

જણાવી દઈએ કે, જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નાં શૂટિંગ દરમ્યાન અંતરિયાળ વિસ્તારમાં ભાવડ ખાતે ગેરકાયદે કાળા હરણનો શિકાર કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં સલમાન સામે કેસ દાખલ કરાયો હતો. આ સમગ્ર મામલો રાજસ્થાનના કાંકની ગામનો છે. આ કેસમાં સલમાન ખાનની સાથે સાથે સૈફઅલી ખાન, તબ્બુ ,નીલમ તેમજ સોનાલી બેન્દ્રે પણ હતા.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી