સલમાનની ‘અંતિમ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા માથે પછડાઈ

જાણો પ્રથમ દિવસે ફિલ્મે કેટલી કરી કમાણી…

સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ ‘અંતિમ’: ધ ફાઈનલ ટ્રુથ’ શુક્રવારે 26 નવેમ્બરે રિલીઝ થઈ હતી. એક્શન અને ડ્રામાથી ભરપૂર સલમાનની આ ફિલ્મ ફેન્સ બેસબ્રીથી ઈંતજાર કરી રહ્યા હતા એટલુ જ નહીં સલમાને ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું છે. ફિલ્મ વિશે અપેક્ષા મુજબ તે પહેલા દિવસે કંઈ ખાસ બતાવી શકી નથી. કમાણીની વાત કરીએ તો શરૂઆત ધીમી રહી છે. લાંબા સમયથી થિયેટરોમાં સલમાનની ફિલ્મથી સારી કમાણી થવાની આશા હતી.

સલમાન ખાનની જબરદસ્ત ફેન ફોલોઈંગને ધ્યાનમાં રાખીને, એવું માનવામાં આવતું હતું કે, ‘અંતિમ’: ધ ફાઈનલ ટ્રુથ’ સિનેમાઘરોમાં પ્રવેશતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દેશે. તે સંદર્ભમાં થોડી નિરાશા જોવા મળી છે પરંતુ પ્રથમ દિવસ મુજબ કલેક્શન એટલું ખરાબ પણ નહોતું. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, ‘અંતિમ’ 4.25 થી 4.50 કરોડનું કલેક્શન કર્યું છે. સલમાન ખાન જે રીતે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે તેની અસર ફિલ્મના બિઝનેસ પર પણ પડી રહી છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ વીકેન્ડમાં સારું કલેક્શન કરી શકે છે.

‘અંતિમ’: ધ ફાઈનલ ટ્રુથ’માં સલમાન ખાન પોલીસની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તે પહેલીવાર તેના સાળા આયુષ શર્મા સાથે જોવા મળશે. આયુષે ગેંગસ્ટરનો રોલ કર્યો છે. કોરોના મહામારી બાદ સલમાન ખાનની ફિલ્મ પહેલીવાર સિનેમાઘરોમાં છે. દબંગ ખાનના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ ફિલ્મના શરૂઆતના દિવસે, વિવેચકો તેમજ દર્શકોએ પ્રશંસા કરી હતી, પરંતુ નેટીઝન્સના એક જૂથે સલમાનની ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત કરી હતી. ફિલ્મ વિવેચકોએ યોગ્ય સમીક્ષાઓ આપી છે.

સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ’: ધ ફાઈનલ ટ્રુથ’ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સલમાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્મા અને ટીવીથી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર મહિમા મકવાણાની જોડી જોવા મળે છે. મહેશ માંજરેકરે પોતે સલમાન ખાને દિગ્દર્શન અને નિર્માણ કર્યું છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી