સલમાન ખાનને રાત્રે 3 વાગ્યે હોસ્પિટલમાં કરાયો દાખલ…

બર્થ ડે પહેલા સલમાન ખાનને લઈને ખરાબ સમાચાર 

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ચાહકો માટે માઠા સમાચાર છે. દબંગ ખાનને સાપે ડંખ માર્યો છે. પનવેલના ફાર્મહાઉસમાં સલમાન ખાનને રાત્રે સાપ કરડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો છે, તેથી તેના પર ઝેરની ખાસ અસર થઈ નથી. સાપના ડંખ બાદ સલમાન ખાનને નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM (મહાત્મા ગાંધી મિશન) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં સલમાનને એક સાંપે કરડી લીધું, જે બાદ રાત્રે 3 વાગ્યાની આસપાસ નવી મુંબઈનાં MGM હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ સવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને સલમાન હવે પોતાના ફાર્મ હાઉસમાં જ છે અને ખતરાની બહાર છે. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર તબિયત પણ સ્થિર છે અને રિકવર થઈ રહ્યો છે. 

આવતીકાલે છે બર્થ ડે

27 ડિસેમ્બરે સલમાન ખાનનો 56મો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં, એ કહેવું મુશ્કેલ હશે કે સલમાન ખાન ભવ્ય ઉજવણી કરશે, પછી તે તેના ફાર્મહાઉસ પર આરામ કરશે. ક્રિસમસની ઉજવણી કરવા માટે સલમાન પરિવાર અને મિત્રો સાથે તેના ફાર્મ હાઉસ પહોંચ્યો હતો.  આ વિસ્તાર પહાડો અને જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે.

 72 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી