એક ગાંધીના શરણે, એક મહિલાઓની સંગે..

55 વર્ષિય કુંવારા સલમાને બાપૂનો રેંટિયો કાંત્યો..

65 વર્ષિય શશી થરૂરની સાથે એક સેલ્ફી તો બનતી હૈ..

માનુનીઓ, શશી મેં ઐસા ક્યા હૈ જો ઔરો મેં નહીં…?!

સારૂ છે કે સલ્લુએ એવુ ના પૂછ્યુ-યાર,હમે આઝાદી કૈસે મિલી..??

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

લોકશાહીના મંદિર સમાન સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ગયું છે. પહેલાં જ દિવસે 3 વિવાદી કૃષિ બિલ પરત ખેંચવાની પ્રક્રિયા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે કહ્યું તે કરી બતાવ્યું. ગયા સત્રમાં હોબાળો મચાવનારા કેટલાક સાંસદોને આ આખા સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. જો કે તેઓ લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષની માફી માંગી લે તો સસ્પેન્શન પરત ખેંચી લેવાશે. સંસદમાં નેતાઓની સાથે અભિનેત્રીઓ પણ હાઉસમાં શોભાયમાન છે.જેમાં જયા બચ્ચન, રેખા મુખ્ય છે.

નેતા અને અભિનેતા. એક અભિનેતા નેતા બની શકે પણ એક નેતા અભિનેતા બને એવા ખૂબ ઓછા દાખલા કે પ્રસંગો હશે. નેતાજી ફિલ્મમાં આવે તો કેટલી ચાલે..? 100 ટકા જોખમ જ કહી શકાય. નેતાઓ ઉપર ફિલ્મ બને તો ચાલે અને ન પણ ચાલે. કિન્તુ-પરંતુ જો સલમાનની ફિલ્મ હોય તો..? ઓહોહોહો… તો.. તો.. સરરરરર… પાણીની જેમ સડ…સડ…સડસડાટ દોડે. 27 ડિસેમ્બર, 1965માં જન્મેલો સલમાનખાન 27 ડિસે.2021ના રોજ 56નો થશે. 56મા વર્ષે પણ કુંવારો (કુંવારો કહીશું કે વાંઢો…?) સલમાન પર જુની અને નવી પેઢીની યુવતીઓ જાંનિસાર છે..દિલફેંક છે..કુરબાન છે અને સલમાનની એક ઝલક જોવા માટે……ક્યા સે ક્યા કર ડાલે..

એ સલ્લુબાબા એકાએક અમદાવાદ આવ્યાં અને પોતાની ફિલ્મ અંતિમના પ્રમોશનમાંથી સમય કાઢીને પહોંચ્યા સાબરમતી આશ્રમમાં ગાંધીજીના ચરણોમાં…! ગાંધી આશ્રમમાં નેતા અને અભિનેતા આવે કે જાય એટલે રેંટિયો અવશ્ય કાંતે..કેટલાક ગાંધીજીની અદામાં ટાંટિયા વાળીને રેંટિયો કાંતે તો કેટલાક પલાંઠી વાળીને રેંટિયા કાંતે અને પછી ત્યાં રહેલી મુલાકાતી ડાયરીમાં સંભારણાં લખે કે મને ગાંધી આશ્રમમાં કેવી પ્રેરણા મળી…કેવી અનુભૂતિ થઇ વગેરે.વગેરે…

સલ્લુબાબા ગાંધી આશ્રમમાં બાપૂના જીવનમાંથી કંઇક પ્રેરણા મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા ત્યારે એ વખતે સંસદ સંકૂલમાં 65 વર્ષના એક નેતા જેને લગ્ને લગ્ને કુંવારા કહી શકાય કે કેમ તે એક અલગ વિષય છે પણ વિષય એવો છે કે રંગાીલા શશી થરૂરની સાથે સ્માઇલ પ્લીઝની મોહક અદામાં કેટલીક મહિલા સાંસદો સેલ્ફી કા લુફ્ત ઉઠા રહી થી…અધૂરામાં પુરી થરૂરે એ સેલ્ફી ફોટો ટ્વીટર પર શેર કરીને લખ્યુ- કોણ કહે છે કે , લોકસભા કામ કરવાનું આકર્ષક સ્થળ નથી..!

શશી સાથે ફોટો ખેંચાવનાર મહિલા સાંસદોમાં નૂસરત જહાં, મીમી ચક્રવર્તી, સુપ્રિયા સૂલે , પરનિત કૌર, જતિમણિ, અને થમિજાયી થાંગાપાંડિયનનો સમાવેશ થાય છે. રંગીલા રે તેરે રંગ મેં, ક્યુ રંગા હૈ યે પ્રેમરંગ..એમ કોઇ કહી શકે. પણ શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કર પણ સારી અને દેખાવડી હતી. સુનંદાએ આપઘાત કરી લેતાં શશીની સામે પત્ની પર ત્રાસ ગુજારીને આપઘાત માટે મજબૂર કરવાનો આરોપ લાગ્યો હતો. 17, જાન્યુઆરી 2014માં સુનંદા દિલ્હીની એક હોટેલ લીલા હોટેલના સ્યૂટરૂમમાં મૃત હાલતમાં મળી આવતા ભારે સનસનાટી મચી હતી. જો કે 2021ના ઓગસ્ટમાં શશીને નિર્દોષ જાહેર કર્યા હતા અને સુનંદાનો આપઘાત એક રહસ્ય બની ગયો..

થરૂર મૂળ રાજકારણી કરતાં આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેટ છે અને કવિ-લેખક પણ છે. વિવાદી નિવેદનો બદલ ચર્ચામાં રહે છે અને 6 મહિલા સાંસદોએ તેમની સાથે ખોંચાવેલી સેલ્ફીના પગલે થરૂર ફરી ચર્ચામાં આવ્યાં અને ટ્વીટર તથા સોશ્યલ મિડિયામાં આ સેલ્ફીના લખાણને લઇને તેમને ધોઇ નાંખવામાં આવ્યાં તે પછી તેમણે લખાણ બદલ માફી માંગીને જાન છુડાઇ….! આ અગાઉ પણ શશી થરૂર મહિલાઓ સાથેની નિર્દોષ તસ્વીરોને લઇને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા..એમ કહી શકાય કે તેમની સાથે ફોટા ખેંચાવવામાં મહિલાઓને સારૂ લાગતું હશે..કારણ જે પણ હોય. પણ તેમની છાપ રંગીલા મિજાજની કેટલાકને લાગે છે.

પંજેવાલી પાર્ટી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની 6 મહિલા સાંસદો સાથેની એક તસવીર ખૂબ જ વાયરલ થયા બાદ. આ તસવીરને લઈ લોકો દ્વારા આકરા પ્રતિભાવો આપવામાં આવ્યાં. ખાસ કરીને સોશ્યલ મિડિયા પર સક્રિય મહિલાઓએ શશિ થરૂરની વિચારસરણી- સંસદ કામ કરવાનું આકર્ષણ સ્થળ- સામે સવાલ ઉઠાવ્યાં.

આ પોસ્ટની કોમેન્ટમાં એક વકીલ કરૂણા નંદીએ લખ્યું- ‘શશિ થરૂરે ચૂંટાયેલા રાજનેતાઓને તેમના દેખાવ પૂરતા સીમિત કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાને કેન્દ્રમાં રજૂ કર્યા છે.’ અન્ય એક ટ્વિટર યુઝર મોનિકાએ લખ્યું-, ‘મને વિશ્વાસ છે કે, આ ખુલ્લેઆમ સેક્સીઝમ પર વામપંથી ઉદારવાદીઓ તરફથી કોઈ જ પ્રતિક્રિયા નહીં આવે, જેમ ઉત્તરાખંડના સીએમ તીરથ રાવતના ફાટેલા જીન્સના વિવાદ પર આવી હતી.’

અલીશા રહમાન સરકાર નામની એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘આ સાચું છે, લોકસભામાં મહિલાઓને ફક્ત ગ્લેમર વધારવા માટે જ ચૂંટવામાં આવે છે. આ કારણે જ કેટલાક પક્ષ મહિલા અનામત બિલ પર ભાર આપી રહ્યા છે. બકવાસ!’

વિદ્યા નામની એક યુઝરની કોમેન્ટ-, ‘મહિલાઓ લોકસભાને આકર્ષક બનાવવા માટેનો સજાવટનો સામાન નથી, તેઓ સાંસદ છે અને તમે અપમાન કરી રહ્યા છો.’

ટ્વિટર પર ટ્રોલ થયા બાદ કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે માફી માગતા ટ્વિટમાં લખ્યું, ‘સેલ્ફી (મહિલા સાંસદોની પહેલ પર લેવામાં આવી)નો ઉદ્દેશ્ય હાસ્ય હતો અને તેમણે જ મને આ ભાવની ટ્વિટ કરવા માટે કહ્યું હતું, મને દુખ છે કે કેટલાક લોકોને ખરાબ લાગ્યું, પરંતુ મને આ સૌહાર્દપૂર્ણ માહોલમાં કામ કરવું પસંદ છે, આ જ બધું છે…..’

એક જ દિવસની બે ઘટના. અને બન્નેમાં એક રંગીલા થરૂર અને બીજા મોજે દરિયામાં માનનાર મોજીલાો સલમાન.એક વાંઢો અને એક એવી પ્રતિભા ધરાવનાર કે અલગ અલગ પક્ષોની મહિલા સાંસદોના પ્રિય..પ્રિય..લોકપ્રિય…!!

સારૂ છે કે સલમાને ભારતને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીના આશ્રમમાં જઇને રેંટિયો કાંત્યા બાદ પછી એવો સવાલ ના કર્યો કે યાર…દંબંગ બનકે મૈંને પ્યાર કિયા..બજરંગી ભાઇજાન ભી બના..ટાઇગર કો જિંદા કિયા.. બોડીગાર્ડ ભી બના…તેર નામ રાધે ભી કિયા…પ્રેમ રતન ધન ભી પાયો… સુલતાન ભી બના.. લેકિન હમે આઝાદી કૈસે મિલી…?!

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી