સલમાન ખાને તોડ્યું મૌન, નહીં લડે લોકસભા ચૂંટણી 2019

પોતે લોકસભાની ચૂંટણી લડવાનો છે એવી અફવાઓનું બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ખંડન કર્યું છે. સલમાને કહ્યું છે કે રાજકારણમાં ઉતરવાનો એનો કોઈ પ્લાન નથી અને એ કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણીપ્રચાર પણ કરવાનો નથી. સલમાન ખાન લોકસભા ચૂંટણી 2019 લડશે એવી ખબર ઘણા સમયથી ચર્ચામાં હતી. જોકે હવે આ બધી અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યો છે.

સલમાન ખાને ચૂંટણી લડવા વિશે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે અફવાઓથી વિપરીત, હું ચૂંટણી લડવાનો નથી અને કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણીપ્રચાર પણ કરવાનો નથી. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વોટરોને વોટ આપવા માટે પ્રોત્સાહિત કરવા એક ટ્વિટ કરી હતી જેમાં સલમાન ખાન અને આમિર ખાનને ટૈગ કર્યા હતા જેથી તેઓ પણ જનતાને વોટ આપવાની અપીલ કરે.

વડાપ્રધાનના આ ટ્વિટ પર સલમાન ખાને જવાબ આપતા લખ્યું કે,‘આપણે લોકતંત્રમાં રહીએ છીએ, વોટ આપવો દરેક ભારતીયનો કર્તવ્ય છે. હું દરેક વોટરને અપીલ કરું છું કે તેમના અધિકારનો ઉપયોગ કરે.’

થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક બેઠકમાં સલમાન ખાનના નામનો ઉલ્લેખ કર્યો હતો અને હાલમાં જ સલમાન ખાનને મધ્ય પ્રદેશ ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. ત્યાર બાદ ચર્ચા ચાલી હતી કે કોંગ્રેસ પાર્ટી તેને ઈન્દોરથી લોકસભાની ટિકિટ આપી શકે છે. જો કે સલમાન ખાને આ વાતનું ખંડન કરીને તમામ ચર્ચા પર પુર્ણવિરામ મુકી દીધું છે.

 97 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી