દબંગ-3નું શૂટિંગ કરતો નજરે પડ્યો સલમાન ખાન, Pics

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન તેની આગામી ફિલ્મ દબંગ 3ના શૂટિંગ માટે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં મહેશ્વર પહોંચ્યો છે. ત્યાંથી તેમણે સોશિયલ મીડિયા પર અનેક તસવીરો પોસ્ટ કરી છે.

એક તસવીરમાં સલમાન ખાન, ચુલબુલ પાડેના સિગ્નેચર પોઝમાં નજરે પડી રહ્યા હતા. ફોટોમાં લીલો શર્ટ પહેરેલા સલમાન ખાનનો બેક લુક દેખાયો. ફોટોમાં ફિલ્મના ડાયેરેક્ટર પ્રભુદેવા પણ નજરે પડે છે.

ખરગોન જિલ્લા સ્થિત મહેશ્વર એક પ્રવાસી નગર છે, જ્યાં આજની ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવે છે. આ ક્રમમાં સલમાન ખાન પણ તેમની ફિલ્મને શૂટ કરવા આવ્યા છે.

દબંગ-3ને પ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યા છે. વોન્ટેડ બાદ તે સલમાન અને પ્રભુ દેવાની બીજી ફિલ્મ છે. દબંગને અભિનવ કશ્યપ અને દબંગ-2 અરબાજ ખાને ડાયરેક્ટ કરી હતી. બન્ને ફિલ્મ સુપરહીટ રહી હતી.

 25 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર