ભત્રીજાના બર્થડે પર સલમાને કર્યો જોરદાર સ્ટંટ, Video

થિયેટર્સમાં ધમાલ મચાવી રહેલી સલમાન કેટરિનાની ફિલ્મ ભારતથી સલમાન સફળતાના શિખર પર છે. બીજી બાજુ સલમાનના ભાઈ સોહેલ ખાને 16 જૂનના રોજ પોતાના દીકરા યોહાનનો જન્મ દિવસ ઉજવ્યો હતો. તેમણે એક શાનદાર પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. પાર્ટીમાં સમગ્ર ખાન પરિવાર હાજર રહ્યું હતું.

આ પાર્ટીનો એક જોરદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયી રહ્યો છે. વીડિયોમાં સલમાન સોહેલના દીકરા સાથે મસ્તી કરતો જોવા મળે છે. સલમાને યોહાન સાથે બીગ બેન સ્ટંટ કર્યો હતો, અને આ સ્ટંટમાં સોહેલ યોહાન અને સલમાન ત્રણેય મસ્તી કરતા જોવા મળે છે.

સલમાનની ભારત ફિલ્મની સફળતા પર એવા લોકોને આ ફિલ્મ બતાવી જેઓએ દેશના ભાગલા જોયા છે. જેમણે 1947ની એ ઘટનાઓ જોઈ છે. મહેબુબ સ્ટૂડિયોમાં સલમાન કેટરિનાએ આ પરિવાર માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજ્યું, અને તેમની સાથે સમય વિતાવ્યો, સલમાને તેમની તસવીર પોસ્ટ કરતા લખ્યુ હતુ કે રિયલ ભારત પરિવારોને સલામ.

 13 ,  1