સલમાનની આગામી ફિલ્મમાં તેની સાથે પ્રભુદેવા પણ ડાન્સ કરતો જોવા મળશે..

સલમાન ખાનની ફિલ્મ ‘દંબગ’નું ગીત ‘મુન્ની બદનામ હુઇ’ આજે પણ લોકોને સાભળવું ગમે છે. હવે સલમાન આ ફિલ્મની ત્રીજી સીરીઝમાં ‘મુન્ના બદનામ હુઆ’ ગીત પર થિરકવાનો છે.

આ ગીતની વાત કરીએ તો સલમાન સાથે ‘મુન્ના બદનામ હુઆ’ ગીતમાં પ્રભુદેવા તેમજ વરીના હુસૈન સાથે જોવા મળશે.આ ગીતની કોરિયોગ્રાફી પણ પ્રભુદેવાની જ છે. મુંબઇના એક સ્ટૂડિયોમાં આ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું છે. પ્રભુદેવા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે, જ્યારે નિર્માણ અરબાઝ ખાનનું છે. સલમાન સાથે કન્નડ એકટર સુદીપ પણ કામ કરી રહ્યો છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી