સમાધી લેવી એ કાંઇ બચ્ચાના ખેલ નથી – પોલ ખુલી

મહેસાણાના છઠિયારડા ગામે મહંત સમાધી ન લઇ શક્યા, કહ્યું- આજથી હું ભક્તિ છોડું છું

મહેસાણાના છઠીયારડા ગામ સ્થિત સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંત શપ્તશુન તેમના આશ્રમમાં જ સમાધી લેવા જઈ રહ્યા હોવાની વાત પોકળ સાબિત થઈ. 10 મિનિટમાં સમાધી લેવાની વાતો કરનારા મહંત દોઢ કલાક સુધી સમાધીમાંજ બેસી રહ્યા અને પછી મહંતે સજાવેલી દેહત્યાગની લીલાનો પણ અંત આવી ગયો.

મહંતે દાવો કર્યો હતો કે 4 એપ્રિલનાં રોજ સમાધી લઈને કુદરતી દેહત્યાગ કરશે. દેહત્યાગની વાતને લઈ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભક્તો જોકે રોહ જોતા જ રહ્યા પણ મહંત શપ્તશુનની 10 મિનિટ દોઢ કલાકને આંબી ગઈ છતાં પણ સમાધીનાં કોઈ લક્ષણ ન દેખાતા ભક્તોમાં મુર્ખા બન્યાની અગ્નિ આંખમાં ઉતરી હતી. સ્થળ પર પોહચેલા વિજ્ઞાન જાથા સંસ્થાનાં હોદ્દેદારોએ મહંત સામે પગલા ભરવા માટે માગ કરી હતી.

વર્ષ 2018 માં વાડજ ખાતે સંતવાણી કાર્યક્રમમાં એક જાહેરાત કરી હતી. જેમાં 4 – 4- 2021 ના રોજ તેઓ તેમના આશ્રમ છઠીયારડા ખાતે રાત્રીના ભજનસંઘ્યા કાર્યક્રમમાં સમાધિ ( સહજ સુન સમાધિ ) લેશે. સમાધિમાં સ્ટેજ ઉપર બેઠા-બેઠા દેહ ત્યાગ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી. જો કે આ તમામ દાવા પોકળ સાબિત થયા છે. 

સમગ્ર મુદ્દે બાબાએ ફેરવી તોળતા જણાવ્યું કે, મે કુદરતને મારી જાતને સમર્પણ કરવાની વાત કરી હતી. જો કે કુદરતે મારી સાથે અન્યાય કર્યો છે. તેણે કહ્યું કે, હું હવે ભક્તિ છોડવાની જાહેરાત કરુ છું. કુદરત દ્વારા મારી વિનંતી સ્વિકારવામાં આવી નથી. હું સમાધિ લેવા ઇચ્છું છું. જો તમે ઇચ્છતા હો તો મને ખાડો ખોદીને અહીંને અહીં દાટી દો. કાર્યક્રમ સ્થળથી સેંકડો લોકો એકત્ર થયા. કોરોના અંગે લોકોનાંજીવન જોખમમાં મુકવા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, મે કોઇને બોલાવ્યા નથી. કોરોના કાળમાં ભાજપના નેતાઓએ રેલીઓ કરી તેના પર કોઇ કાર્યવાહી થઇ નહી મેચ જોવા માટે લોકો એકત્ર થતા તેમના પર કાર્યવાહી થઇ નહી. મારા પર કાર્યવાહી કરવાની વાત તમે કરો છો. 

મહેસાણાના છઠીયારડા ગામ સ્થિત સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંત શપ્તશુન  તેમના આશ્રમમાં જ સમાધિ લેશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. અનુયાયીઓનું કહેવું હતું કે રાત્રે 10 થી 11 તેઓ દેહનો ત્યાગ કરી દેશે. મહંતના દેહત્યાગના સમાચાર વાગુ વેગે ફેલાતા આશ્રમમાં અનુયાયીઓ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા. સવારે 9.30 કલાકથી 12.30 કલાક સુધી પ્રવચનનું આયોજન આશ્રમ દ્વારા રાખવામાં આવ્યું હતું તો સાંજે 7.30 કલાકથી 10 વાગ્યા સુધી મહંત સત્ય શબ્દ જ્ઞાનનું પ્રવચન કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. મહત્વની વાત એ હતી કે થનારી સમાધિની જાહેરાત વર્ષ 2018માં એક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. કબીર ધામના અનુયાયીઓએ મહંતની સમાધીનો દાવો કર્યો હતો કે 4 એપ્રિલે ચાલુ કાર્યક્રમમાં શપ્તશૂન દેહ છોડી દેશે.

 111 ,  1