September 19, 2021
September 19, 2021

‘તાલિબાન ને અપને દેશ કો આઝાદ કિયા..’ નિવેદન આપનાર સપાના સાંસદ પર કેસ દાખલ

સપાના સાંસદે તાલિબાનીઓની તુલના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ સાથે કરી…

સંભલ ખાતેથી સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કે તાલિબાનના સમર્થનમાં આપેલા વિવાદિત નિવેદન બાદ બરાબરના ભરાયા છે. તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. તો બીજી તરફ ભાજપ આક્રમક બની આડેહાથ લઇ રહી છે.  ભાજપે તેમને સાર્વજનિક સ્વરૂપે માફી માંગવા માટે પણ કહ્યું છે. ભાજપે જણાવ્યું કે, ભારતના સ્વાધીનતા સંગ્રામના સેનાનીઓની તુલના તાલિબાની આતંકવાદીઓ સાથે કરીને સપા સાંસદ શફીકુર્રહમાન બર્કે દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરનારાઓનું અપમાન કર્યું છે. આ તેમની માનસિકતા દર્શાવે છે અને આ અપમાનજનક ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટી અને સાંસદે સાર્વજનિક સ્વરૂપે માફી માંગવી જોઈએ. 

હકીકતે બર્કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની તુલના ભારતમાં બ્રિટિશ રાજ સાથે કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે હિંદુસ્તાનમાં અંગ્રેજોનું શાસન હતું અને તેમને દૂર કરવા આપણે સંઘર્ષ કર્યો, બિલકુલ એવી જ રીતે તાલિબાને પણ પોતાના દેશને આઝાદ કર્યો. તાલિબાને રૂસ, અમેરિકા જેવા શક્તિશાળી દેશોને પોતાના દેશમાં રોકાવા ન દીધા. 

સપાના સાંસદના આ નિવેદન બાદ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તેમના વિરૂદ્ધ સંભલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંભલના એસપીએ જાણકારી આપતા કહ્યું કે, “એ ફરિયાદ કરવામાં આવી કે સાંસદ શફીકુર્રહમાન બર્કે તાલિબાનની તુલના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ સાથે કરી. આવા નિવેદનો રાજદ્રોહની શ્રેણીમાં આવે છે. આ કારણે તેમની વિરુદ્ધ 124-A એટલે કે રાજદ્રોહની કલમમાં FIR નોંધવામાં આવી છે.

 43 ,  1