બાલાકોટ એરસ્ટ્રાઈકમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સામંત ગોયલ RAW ચીફ બન્યા

નરેન્દ્ર મોદી સરકારે 1984 બેચના આઈપીએસ અધિકારી સામંત ગોયલને ઈન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પ્રમુખ બનાવ્યા છે. આ સિવાય આઈપીએસ અધિકારી અરવિંદ કુમારને ઈન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. નવા RAW ચીફ સામંત ગોયલ, હાલના ચીફ અનિલ કુમાર ધસ્માનાનું સ્થાન લેશે, જે નિવૃત્ત થઈ રહ્યા છે.

RAW ચીફ તરીકે નિયુક્ત થતાં પહેલા સામંત ગોયલ બીજા દેશોની ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી એજન્સીનું સંચાલન સંભાળી રહ્યા હતા. 26 ફેબ્રુઆરીએ થયેલી બાલાકોટ એર સ્ટ્રાઇકના પ્લાનિંગમાં ગોયલે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. માત્ર બાલાકોટ નહીં ગોયલે જ સપ્ટેમ્બર 2016માં થયેલી સર્જકિલ સ્ટ્રાઇકની યોજના બનાવી હતી. સપ્ટેમ્બર 2016માં જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી, તે ઉરી આર્મી બ્રિગેડ પર થયેલા આતંકી હુમલાનો જવાબ હતો.

 32 ,  1