સંબિત પાત્રા જે ઘરમાં જમ્યા ત્યાં જ ‘ઉજ્જવલ્લા’નું ગેસ જોડાણ નથી…

લોકસભા ચૂંટણીની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજનૈતિક પાર્ટીઓ પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરવામાં લાગી ગયા છે. ભાજપના પ્રવક્તા અને ઑડિશાની પુરી લોકસભા સીટના ઉમેદવાર સંબિત પાત્રા પણ પ્રચારમાં જોડાઈ ગયા છે. પરંતુ રવિવારે તેમના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને કારણે તેઓ ટ્રોલ થયા છે.

ઘણા યુઝરે તેમના આ વીડિયો દ્વારા કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના પર સવાલ ઉભા કર્યા છે. હાલ સોશ્યલ મીડિયામાં આ તસવીર ખૂજ જ વાયરલ થઇ રહી છે. પુરી લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા સંબિત પાત્રા ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા ગરીબ પરિવારોના ઘરે ભોજન કરતા જોવા મળ્યા. તેની ફોટો અને વીડિયો પણ તેમને જાતે જ શેર કર્યા હતા. પરંતુ તેના કારણે તેઓ ફસાયા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ મહિલા ચુલ્હા પર ખાવાનું બનાવી રહી છે, જયારે પાસે બેસેલા સંબિત પાત્રા પોતે પણ ખાઈ રહ્યા છે અને મહિલાને પણ ખવડાવી રહ્યા છે. હાલ આ વીડિયોને લઈને કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોથી લઈને નેતાઓ આમને સામને આવી ગયા છે. એક બીજાની પાર્ટી પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે.

 46 ,  3