‘પ્રસ્થાનમ’નું ટીઝર લોન્ચઃ સંજયે ઉજવ્યો 60મો જન્મદિવસ…

સંજય દત્તે પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ ‘પ્રસ્થાનમ’નું ટીઝર લોન્ચ કર્યું છે. આ ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત મનિષા કોઈરાલા, જેકી શ્રોફ તથા અલી ફઝલ છે. સોમવારે પોતાના 60મા જન્મદિવસની મુંબઈમાં ખાસ કાર્યક્રમમાં ઉજવણી કરી હતી. કાર્યક્રમ હતો એની આગામી હિન્દી ફિલ્મ ‘પ્રસ્થાનમ’નાં ટીઝરનું લોન્ચિંગ પણ કર્યું.

કાર્યક્રમમાં સંજયની પત્ની માન્યતા (જે ‘પ્રસ્થાનમ’નાં સહ-નિર્માત્રી પણ છે), ફિલ્મના કલાકારો જેકી શ્રોફ, મનીષા કોઈરાલા, અલી ફૈઝલ, અમાઈરા દસ્તુર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં સંજયે તેની બર્થડે કેક કાપી હતી. ‘પ્રસ્થાનમ’ ફિલ્મ આગામી 20 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.

સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમનું ટીઝર એક્શન, થ્રિલર, પોલિટિકલ ડ્રામથી ભરપૂર છે. ફિલ્મ પ્રસ્થાનમથી સંજય દત્ત બોલીવૂડમાં નિર્માતા તરીકે પોતાની નવી શરૂઆત કરી રહ્યો છે. સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમ વર્ષ 2010માં આવેલી તેલુગૂ ફિલ્મ પ્રસ્થાનમની હિંદી રિમેક છે.

સંજયની આ ફિલ્મ આ તેલુગુની ક્લાસિક ફિલ્મ ‘પ્રસ્થાનમ’ની રિમેક છે. આ ફિલ્મને દેવા કટ્ટા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મના તેલુગુ વર્ઝનને દેવા કટ્ટાએ જ ડિરેક્ટ કરી હતી. ‘પ્રસ્થાનમ’ એક તાકાતવર રાજકીય નેતા અને તેના પરિવારની સ્ટોરી છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના દિવસે રિલીઝ થવાની છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી