September 22, 2020
September 22, 2020

સંજય દત્ત અને તેની પત્ની માન્યતા અચાનક જ મુંબઇ છોડી વિદેશ રવાના

ફેફસાના કેન્સર સામે જંગ લડી રહેલા સંજય દત્ત પત્ની સાથે વિદેશ રવાના

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ફેફસાના કેન્સરની બિમારી સામે લડી રહ્યા છે. અભિનેતાને 11 ઓગસ્ટ 2020ના રોજ ફેફસાનું કેન્સર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે સંજય દત્ત પત્ની માન્યતાની સાથે અચાનક મુંબઈ છોડીને વિદેશ જવા માટે રવાના થયો છે. આવી રીતે અચાનક મુંબઈ છોડીને વિદેશ ચાલ્યા જવા પર ફેન્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સંજય દત્ત અને માન્યતા દત્ત બંને ચાર્ડર્ડ ફ્લાઈટ દ્વારા વિદેશ જવા માટે રવાના થયા છે. 

સંજય દત્ત અને તેની પત્ની માન્યતા 15મીએ સાંજે એક સ્પેશિયલ વિમાન દ્વારા દુબઈ રવાના થયા હતા. એક અહેવાલ મુજબ સંજય દત્ત તેના પુત્ર શહેરાન અને ઇકરાનને મિસ કરી રહ્યો હતો. તેમને મળવા જ તે દુબઈ ગયો છે. લગભગ સાતથી દસ દિવસ દુબઈ રહ્યા બાદ તેઓ ફરીથી મુંબઈ આવી જશે.

સંજય દત્તને ફેફસાના કેન્સર સામે લડતાં એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. અનેકવાર તેને હોસ્પિટલ જતાં પણ સ્પોટ કરવામાં આવ્યો છે. સંજય દત્ત કેન્સર સામે જંગ લડી રહ્યો છે પરંતુ તેણે આ બીમારીને પોતાના કામની વચ્ચે આવવા દીધી નથી. તે સારવારની સાથોસાથ પોતાની નવી ફિલ્મ શમશેરાના શૂટિંગ ઉપર પણ ફોકસ કરી રહ્યો છે.

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર