સંજય લીલા ભણશાલી આગામી ફિલ્મમાં સલમાન અને આલિયાનું ‘મોક શૂટ’ કરાવશે..

સલમાન ખાન અને આલિયા ભટ્ટ ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’માં સાથે કામ કરવાના છે. સંજય ભણશાલી પોતાની ફિલ્મને સુપરહિટ બનાવવા માટે ઘણા નુસખા અપનાવતા હોય છે. આ વખતે તેણે સલમાન અને આલિયાનું મોક શૂટ કરવાનો છે.

સંજય લીલા ભણશાલી પોતાની ફિલ્મને ઉત્તમ બનાવવા માટે પૂરતા પ્રયાસ કરતો હોય છે. આ વખતે તે સલમાન – આલિયા સાથેની ફિલ્મનું મોક શૂટ એટલે કે નકલી શૂટિંગ કરાવશે. સંજય આમ કરીને જોવા માંગે છે કે બન્નેમાં ક્યાં ક્યાં ખામી છે જેથી શૂટિંગ પહેલા તેને કરેક્ટ કરી શકાય છે.જોકે આવું ઘણી ઓછી વખત બનતું હોય છે, પરંતુ ભણશાલી કાંઇ પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભણશાલી અને સલમાન ૨૦ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે.
આલિયા આ ફિલ્મમાં સલમાન સાથે રોમાન્સ કરવાની છે. તેથી આલિયાએ આ પાત્ર માટે વજન વધારવું પડશે.બન્ને કલાકારોની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ભણશાલીએ હાઇ-સિક્યોરિટીની વ્યવસ્થા પણ કરી છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી