100 કરોડના દાવા પર બોલ્યા રાઉત – યે આગ ઉન્હે ભી જલા દેગી

મુંબઈના પૂર્વ કમિશ્નરના ખભા પર રાખીને બંદૂક ચલાવવામાં આવી – રાઉત

મુંબઇ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના 100 કરોડ ટાર્ગેટના આરોપ બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિવાદમાં ઘેરાયા છે. દેશમુખ પર મુંબઈ પોલીસના સસ્પેન્ડ પોલીસકર્મી અનિલ વઝેને રૂ. 100 કરોડનો ટાર્ગેટ આપ્યો હોવાનો આરોપ છે. જ્યારે વઝેએ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર વિસ્ફોટક મૂકવાના કેસમાં ફસાયેલા છે.

આ દરમિયાન શિવસેનાનેતા સંજય રાઉતે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે જો કોઈ કેન્દ્રીય એજન્સીનો ખોટો ઉપયોગ કરીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાવવા માગે છે તો હું એને ચેતવણી આપું છું કે તમે તમારી જ આગમાં સળગી જશો.

રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામા પર મચેલા ઘમાસાણને લઇને મહારાષ્ટ્રના મંત્રી દેશમુખ મુદ્દે સંજય રાઉતનું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, જો સરકાર યોગ્ય તપાસ માટે તૈયાર છે, તો પછી વારંવાર રાજીનામાની વાત કેમ કરી રહી છે.

સંજય રાઉતે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ કરીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે, પરંતુ જો એવો પગલું ભરી રહ્યા છે તે તેમના માટે ઠીક નહીં હોય. એવું વિચાર્યું તો હું તેમને ચેતવણી આપું છું કે આ આગ તેમને પણ સળગાવી દેશે.

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જો NCP પ્રમુખ શરદ પવારે આ નક્કી કર્યું છે કે અનિલ દેશમુખ પર જે આરોપ લાગ્યા છે તેમાં તથ્ય નથી તો તેની તપાસ થવી જોઇએ. સંજય રાઉતે કહ્યું કે, જો અમે તમામના રાજીનામા લેતા રહીશું તો સરકાર ચલાવવી મુશ્કેલ થઇ જશે. રાજનીતિમાં નેતાઓ સામે આક્ષેપ થતા હોય છે.

સમગ્ર વિવાદ પર સંજય રાઉતે કહ્યું કે, ત્રણ પાર્ટીઓમાં જે પણ નક્કી થયું છે, અંતિમ નિર્ણય કેબિનેટના મંચ પર મુખ્યમંત્રી દ્વારા જ લેવામાં આવશે. સંજય રાઉતે ફરી કહ્યું કે, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો કોઇ વાળ પણ વાંકો ન કરી શકે અને સરકાર પોતાના કાર્યકાળ પૂરો કરશે.

ઉલ્લેખનીય છે કે, સચિન વાજે કાંડ બાદ મુંબઈ પોલીસ કમિશનર પદથી પરમબીર સિંહની છુટ્ટા થયા હતા. જ્યારબાદ તેમની એક ચિઠ્ઠી સામે આવી, જેમાં પરમબીરસિંહે આરોપ લગાવ્યો કે ગૃહ મંત્રી અનિલ દેશમુખે સચિન વાજેને મુંબઈમાં દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટારગેટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદથી હોબાળો મચેલો છે અને મહારાષ્ટ્રની સરકાર પર સંકટ મંડરાઇ રહ્યું છે.

પૂર્વ કમિશ્નરના ખભા પર રાખીને બંદૂક ચલાવવામાં આવી – રાઉત

સંજય રાઉતે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી છે, ત્યાં સુધી તમામ તપાસ બિલકુલ સાચી રીતે કરવામાં આવશે. શિવસેના નેતાએ સ્પષ્ટ કર્યું કે, મુંબઈના પૂર્વ કમિશ્નરના ખભા પર રાખીને બંદૂક ચલાવવામાં આવી રહી છે, વિરોધી પક્ષ લોકોને ગુમરાહ ન કરી શકે.

 51 ,  1