September 21, 2020
September 21, 2020

અમદાવાદ CP તરીકે સંજય શ્રીવાસ્તવ અને સુરતમાં અજય તોમરે ચાર્જ સંભાળ્યો

સુરતના 22મા કમિશ્નર તરીકે અજય તોમરે સંભાળ્યો, બહેનોને આપ્યું સુરક્ષાનું વચન

અમદાવાદમાં IPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદ CP તરીકે ચાર્જ સંભાળી લીધો છે. આ સિવાય સુરત CP તરીકે અજય તોમરે પણ ચાર્જ સંભાળી લીધો છે.

35મા પોલીસ કમિશ્નર તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂક

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે આજે બપોરે 12 વાગ્યે ચાર્જ સંભાળ્યો હતો. શાહીબાગ પોલીસ કમિશ્નર ઓફિસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નવા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું સ્વાગત કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ જેસીપી અમિત વિશ્વકર્માએ સૌથી પહેલા સ્વાગત કરી આવકાર્યા હતા. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેઓ મળ્યા હતા.

સંજય શ્રીવાસ્તવ 1987ની બેચના IPS અધિકારી છે અને હાલમાં તેઓ સીઆઈડી ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. સંજય શ્રીવાસ્તવ અમદાવાદના 35મા પોલીસ કમિશ્નર તરીકે નીમાયા છે. તાજેતરમાં જ તેમને DG તરીકેનું પ્રમોશન પણ મળ્યું છે. અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું શહેર છે અને શહેરના પોલીસ કમિશ્નરના શિરે અનેક જવાબદારી રહેલ છે. જેથી અનુભવના આધારે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે.

સુરતમાં 22માં પોલીસ કમિશનર તરીકે અજય તોમરએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો

શહેરના 22માં પોલીસ કમિશનર તરીકે અજય તોમરએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. પોલીસ કમિશનર રાજેન્દ્ર બહ્રભટ્ટની વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી થતો તેમણે આજે તેમણે પોતાનો ચાર્જ અજય તોમરને સોંપ્યો છે. સુરતમાં 22માં પોલીસ કમિશનર તરીકે અજય તોમર નિમણૂંક કરવામાં આવી છે.

અજય તોમરનું પોલીસ કમિશનર કચેરીમાં અધિકારીઓએ પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. અજય તોમરને પોલીસ બેન્ડ સાથે આવકારીને અધિકારીઓએ પુષ્પગુચ્છ સાથે શુભેચ્છાઓ આપી હતી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને અધિકારીઓએ તેમને આવકાર્યા હતાં.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર