અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ આજે ચાર્જ સંભાળશે

નવ નિયુક્ત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આજે ચાર્જ સંભાળશે

રાજ્યમાં નવા DGP તરીકે આશિષ ભાટિયાની વરણી બાદ રાજ્યના પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતો. અમદાવાદના CP તરીકે સંજય શ્રીવાસ્તવ જ્યારે વડોદરાના નવા CP તરીકે આર.બી બ્રહ્મભટ્ટ અને સુરતના નવા CP તરીકે અજય તોમરની નિમણૂક કરવામાં આવી હતી. તો ગુજરાતમાં અન્ય 74 પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી.

ત્યારે આજે નવ નિયુક્ત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ બપોરે 12 વાગ્યે પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળશે. આ અગાઉ સંજય શ્રીવાસ્તવ અમદાવાદમાં પોલીસ હેડ ક્વાર્ટર તેમ જ વહીવટી શાખામાં સંયુકત પોલીસ કમિશનર રહી ચૂકયા છે, તેમજ અમદાવાદમાં ઝોન – 1 – 2 – 3 અને 5 માં ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

1987 બેચના આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવને તાજેતરમાં જ સરકારે ડીજીપી તરીકેનું પ્રમોશન આપ્યું હતું. જ્યારે શનિવારે મોડી રાતે થયેલી આઈપીએસ અધિકારીઓની બદલીમાં સંજય શ્રીવાસ્તવની નિમણૂક અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કરવામાં આવી છે.

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર