પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. કોંગ્રેસ પહેલા પોતાના ચૂંટણી ઢંઢેરાને લઇને મતદારોને આકર્ષવામાં લાગી છે, ત્યારે ભાજપે આજે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથસિંહ સહીતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
ભાજપ તરફથી ગૃહમંત્રી રાજનાથસિંહે આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા જમ્મી-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35એ હટાવવાની જાહેરાત કરી હતી.
વધુમાં ગૃહમંત્રી રાજનાથસિંહે આતંકવાદ અને સુરક્ષાને લઇ જણાવ્યું હતું કહ્યું કે, આતંકવાદ અને ઉગ્રવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરેન્સની નીતિને પૂરી દ્રઢ્ઢતાથી જાહેર રાખશું. સુરક્ષા બળોને આતંકવાદીઓને સામનો કરવા માટે હેન્ડ નીતિ ચાલુ રહેશે.
93 , 3