એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાના વસંત વગડોમાં ચોરી

રાજ્યમાં હવે ચોરી અને લુંટ ધાડ ના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે રાજકીય નેતાઓ ના ઘર પણ બાકી રહ્યા નથી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના ઘરે ચોરી થઈ હોવાની બાબત સામે આવી. ત્તેમના નિવાસસ્થાન વસંત વગડામાં કામ કરતા નેપાળી દંપતી 12 તોલા સોનુ અને રોકડા રૂ. 3 લાખ લઈ ફરાર થઈ ગયા હોવાની વિગત સામે આવી છે ઉલ્લેખનીય છે કે ઘરઘાટી તરીકે કામ કરતા પતિ-પત્ની ચોરી કરી બાળકોને લઈ નેપાળ જતા રહ્યાં છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીને ઝડપવા તજવીજ શરૂ કરી છે.

નોંધનીય છે કે ચાર વર્ષથી પતિ-પત્ની શંકર સિંહ વાઘેલા ને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતા હતા સાથે જ શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર- રાંધેજા રોડ પર આવેલા વસંત વગડા નામના બંગલામાં ચાર વર્ષથી બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુરખા અને તેની પત્ની શારદા ઘરઘાટી તરીકે કામ કરતા હતા. દંપતી બાળકો સાથે વસંત વગડામાં જ રહેતા હતાં.

ગયા વર્ષે ઓક્ટોબરમાં બાળકોને ભણવા મૂકવા કહીને ગયા તો આ તરફ શંકરસિંહ એ બહેનના દીકરાના લગ્નમાં વ્યવહાર માટે આશરે ત્રણ લાખ અને 12 તોલા સોનાના દાગીના ઘરમાં મુક્યા હતા. ઓક્ટોબર 2018માં શંભુ તેના બાળકોને નેપાળ ભણવા મૂકવા જવાનું કહી પત્ની સાથે વતનમાં ગયો હતો. 7 ફેબ્રુઆરી 2019એ લગ્ન પ્રસંગ આવતા ઘરમાં રહેલા રોકડ અને દાગીના લેવા જતા તે મળ્યા ન હતાં.

આ દંપતી ને પાછા બોલાવ્યા છતાં ન આવતા ફરિયાદ નોંધાવામાં આવી છે ઘરમાં કામ કરતા અન્ય લોકોને પૂછતાં જે રૂમમાં દાગીના અને રોકડ મૂકી હતી તે રૂમની સાફસફાઈ શંભુ અને તેની પત્ની કરતા હતા. શંભુને ફોન કરી પરત આવવાનું કહેતા હું પરત આવી જઈશ તેમ કહ્યું હતું છતાં પરત આવ્યો ન હતો. જેથી આ ઘરઘાટી દંપતીએ જ ચોરી કરી હોઈ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 25 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર