હળવદમાં ગૌવંશ ઉપર ઘાતકી હુમલો કરનાર સનકીની ધરપકડ

ગૌપ્રેમીઓએ જાતે જ વોચ ગોઠવીને એક હુમલાખોરને ઝડપી પાડ્યો 

હળવદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશો પર જીવલેણ હુમલો કરનાર સનકીની ઘાતક હથિયારો સાથે પોલીસે ધરપકડ કરી છે. હળવદના માથક ગામે 8 જેટલી ગાયો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી ગઇ હતી. તેમજ રાજનેતાઓ અને પોલીસ તંત્ર સાથે મળીને આવા બનાવો અટકાવવા કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. જોકે, આ હુમલાના આરોપીને સ્થાનિક લોકોએ જ ઝડપી પાડ્યો છે. તેની પાસેથી તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યાં છે. હાલ પોલીસ દ્વારા આરોપીને હળવદ પોલીસ મથકે લઇ આવી પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

હળવદ પંથક ગૌવંશ ઉપર સતત હુમલાઓથી ખળભળી ઉઠ્યું હતું. સંબધિત તંત્રના પાપે ગૌવંશ ઉપર વધુ એક હુમલાની ઘટના સામે આવી હતી.જેમાં હળવદના માથક ગામે 8 ગૌવંશ ઉપર હિથયારો વડે ઘાતકી હુમલો કરાયો હતો. આથી ગૌવંશ ઉપર સતત હુમલાઓથી રોષે ભરાયેલા ગૌપ્રેમીઓએ જાતે જ વોચ ગોઠવીને એક હુમલાખોરને પકડી પાડ્યો હતો.

આ હુમલાખોરનું નામ રાજુ આદિવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગૌપ્રેમીઓએ પોલીસને બોલાવીને આ આરોપીને તેમના હવાલે કરી દીધો હતો.હળવદ પોલીસે આ આરોપીને પોલિસ સ્ટેશને લાવીને પૂછપરછ હાથ ધરી છે.

 52 ,  1