ગાંધીનગરનો સાયકોકિલર રિમાન્ડ પર, તપાસમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસાઓ…

બાળકીની લાશ જોતાં જ ઝાંબાજ અધિકારીઓની આંખો આવી ગયા હતા આંસુ

ગાંધીનગરમાં બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. ત્યારે આ ત્રણેય બાળકી પર દુષ્કર્મ એક નરાધમે જ કર્યું હતું, જેને પોલીસે ઝડપી પાડ્યો છે.  ચકચારી બાળકી દુષ્કર્મ કેસમાં પોલીસ તપાસમાં અનેક ઘટસ્ફોટ થયા હતા. 6 વર્ષની બાળકીના અપહરણ દુષ્કર્મ બાદ બેસતા વર્ષના દિવસે પણ ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કર્યા બાદ દુષ્કર્મના જધન્ય અપરાધને અંજામ આપનાર સાયકોકિલરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ગુનાનો ભેદ ઉકેલનાર લોકલ ક્રાઇમબ્રાંચ1 તથા 2 આ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 

જ્યારે ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ  અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો ત્યારે આ દ્રશ્ય જોઇને સૌ અધિકારીઓની આંખો પણ ભીની થઇ હતી. પોલીસ અધિકારીઓને પણ એટલો આઘાત લાગ્યો કે અધિકારીઓ એક બીજા સાથે વાત કરી શક્યા નહોતા. અધિકારીઓ અનેક દિવસો સુધી આ આધાતમાંથી બહાર આવી શક્યા નહોતા. જ્યારે જ્યારે બાળકીના મૃતદેહનું દ્રશ્ય સામે આવી જતું તો ઝાંબાજ અધિકારીઓની આંખો પણ થોડા સમય માટે ભીની થઇ ગઇ હતી. 

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ દાહોદનો એક શ્રમજીવી પરિવાર મજૂરી અર્થે ખાત્રજ આવ્યો હતો. હાલમાં દિવાળીનો પર્વ હોવાથી રજાનો માહોલ છે. ત્યારે 5 નવેમ્બરના નવા વર્ષના દિવસે આ પરિવાર જ્યારે સૂતો હતો તે સમયે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં દીકરીના માતા જાગી ત્યારે તેને જાણવા મળ્યું કે દીકરી ત્યાંથી ગુમ છે.

પરિવારજનો અને ગામના લોકો દ્વારા આસપાસ તમામ જગ્યાએ શોધવા છતા દીકરીની કોઈ ભાળ મળી નહીં. આખરે આ મામલે ખાત્રજ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, બાળકીનો મૃતદેહ સાંતેજ ચોકડી પાસેથી અવાવરૂ જગ્યામાંથી મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહનું પોસ્ટમોટર્મ કરાતા આરોપી વિજય ઠાકોરે બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ બાળકીનું અપહરણ કરી ગળુ દબાવી હત્યા કરી દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું છે.

પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ દરમિયાન આજથી આઠથી દસેક દિવસ અગાઉ અન્ય એક બાળકી પર દુષ્કર્મનો ગુનો કર્યાની પણ કબૂલાત કરતાં તેની હાલમાં તપાસ ચાલુ છે. આ સિવાય અન્ય કેટલા ગુના કરેલા છે કે નહિ એ બાબતે પણ તપાસ ચાલુ છે. આરોપીએ પોતાની પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે દિવાળીના દિવસે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ પોતાના પડોશના ગામમાં ગરબાનું આયોજન હોઈ, પોતે રાત્રે ગરબા રમવા ગયેલો. ત્યાર બાદ નવા વર્ષના દિવસે પોતાના ગામમાં ગરબાનું આયોજન હોઇ પોતે ગરબા રમ્યા બાદ ખાત્રજ ચોકડી ખાતેથી બાળકીનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેની હત્યા કરીને દુષ્કર્મ આચર્યું હતું. આનાથી આરોપીની ક્રૂર માનસિકતા છતી કરે છે.

આરોપી ટેક્નિકલ સર્વેલન્સ થકી ઝડપાયો

ગાંધીનગર કલોલના સાંતેજ પોલીસ મથકની હદમાં તબક્કાવાર ગંભીર ગુનાઓ બનતાં સ્થાનિક પોલીસની સાથે જિલ્લા પોલીસવડા મયૂર ચાવડાનું મહત્ત્વનું અંગ ગણાતી લોકલ ક્રાઇમ બ્રાંચ 1 અને 2 તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એમ ત્રણ એજન્સીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુનાને અંજામ આપનાર સાયકો કિલર વિજયજી પોપટજી ઠાકોરને ટેક્નિકલ સર્વેલન્સ થકી ઝડપી લીધો હતો.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી