સપનાએ કોંગ્રેસમાં શામેલ થવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો, કહ્યું, ચુંટણી લડવાનો મારો કોઇ ઇરાદો નથી

હરિયાણાની લોકપ્રિય ડાન્સર સપના ચૌધરીએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. સપનાએ કહ્યું કે, પ્રિયંકા ગાંધી સાથે જે ફોટો વાયરલ થયો છે તે બહુ જુનો છે. હું કોઇ પાર્ટીમાં નથી જોડાઇ. મારા માટે દરેક પાર્ટી એક સમાન છે.

વધુમાં સપાને કહ્યું, હું એક કલાકાર શું, ચૂંટણી મેદાનમાં ઉતરવાનો મારો કઇ ઇરાદો નથી. પ્રિયંકા ગાંધી સાથેના ફોટોને લઈને સપનાએ કહ્યું હતું કે, હું પ્રિયંકાને મળી હતી, પરંતુ તે ફોટા જુના છે. આ સાથે જ સપના ચૌધરીએ ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે હું કોંગ્રેસ નહીં પણ ભાજપના મનોજ તિવારીના સંપર્કમાં છું.

મહત્વપૂર્ણ છે કે, આ પહેલા સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઈ હોવાના અહેલાવ મળ્યા હતા. અને એવી પણ માહિતી સામે આવી હતી કે, કોંગ્રેસ સપના ચૌધરીને મથુરા બેઠક પર હેમા માલિની વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. પરંતુ સપના ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી તમામ અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધું.

 46 ,  3