lok sabha election 2019: મથુરામાં ક્લાસિક ડાન્સ અને મોડર્ન ડાન્સ વચ્ચે જામશે જંગ

હરિયાણાની ડાંસર અને સિંગર સપા ચૌધરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ ગઇ છે. કોંગ્રેસ સપના ચૌધરીને મથુરામાં ભાજપ સાંસદ હેમા માલિનીની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારશે. બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ તેને હરિયાણાથી ચૂંટણી લડાવી શકે છે.

હરિયાણામાં સપના ચૌધરી ખાસા લોકપ્રીય છે. સપના ચૌધરી છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઇ છે. એવી અટકળો ગત્ત વર્ષથી જ લગાવાઇ રહી હતી કે સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ગત્ત વર્ષે 22 જુને સપા ચોધરી કોંગ્રેસ મુખ્યમથક પહોંચી હતી. જ્યાં તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીથી પ્રભાવિત છે. તેઓ આગામી સમયમાં પાર્ટી માટે પ્રચાર કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે સપના ચૌધરીની પોપ્યુલારિટીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પહેલા માત્ર સ્ટેજ શો કરનારા સપના ચૌધરી ગત્ત વર્ષે બિગ બોસમાં આવ્યા બાદ તેમને ફિલ્મો અને મ્યુઝીક આલ્બમને ખુબ જ પસંદ કરી રહ્યા છે. યુવાનોમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે. સપના ચૌધરીના ફેન હરિયાણા અને યુપીમાં જ નહી પરંતુ બિહાર અને અન્ય રાજ્યોમાં પણ તેની ઘણી બધી ફેન ફોલોઇંગ છે.

આમ તો લોકો પર સપના ચૌધરીનો જાદુ છવાયેલો છે હવે જ્યારે તેમણે પંજાનો હાથ થામ્યો છે ત્યારે પોતાની જાદૂઇ અસરથી મતદારોને કેટલા મદહોશ કરી શકશે એ તો પરિણામ જ કહી શકશે

 80 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી