સપનાજી, જલ્દી બતાઓ કોણ સી પાર્ટી જોઈન કી હે, મન્ને તન્ને વોટ દેવણો હે…!

હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ – નથી જોડાઈ – ભાજપમાં જોડાશે એવા રિપોર્ટ વહેતા થયા છે. કોંગ્રેસે તેવા પુરાવા જાહેર કર્યા કે સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાયા જ છે અને સભ્યપદનું ફોર્મ પણ ભર્યું છે. સપના ચૌધરીએ ખુલાસો કર્યો કે પ્રિયંકા ગાંધી સાથેની તેમની તસ્વીર જૂની છે. તેઓ કોંગ્રેસમાં જોડાયા નથી પરંતુ ભાજપમાં વાતચિત ચાલી રહી છે. સપના ચૌધરી શું એટલી મોટી સેલિબ્રિટી કે રાજકીય હસ્તી છે જો તે કોંગ્રેસ કે ભાજપમાં ન જોડાય તો શું આ રાજકીય પક્ષો પર આસમાન તૂટી પડશે?

સપના ચૌધરી પોતાના વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં લોકપ્રિય છે. તેના લાખો ચાહકો છે. કોંગ્રેસ સપના ચૌધરીને પક્ષમાં જોડીને ભાજપના મથુરાના ઉમેદવાર અને લોકપ્રિય અભિનેત્રી હેમામાલીનીની સામે ઉભા રાખવાની ગણતરી છે. બંને મૂળભૂત ડાન્સર છે. સપના ચૌધરી અભિનય ક્ષેત્રમાં નથી જયારે હેમામાલીની એક પરિપક્વ અભિનેત્રી પણ છે. સાશ્ત્રીય ડાન્સરને કારણે તેઓ જાહેર મંચ પર કૃષ્ણ લીલાના કાર્યક્રમ પણ યોજે છે. ભાજપે તેમણે ફરીથી મથુરાની બેઠક માટે પસંદ કર્યા છે.

લોહે કો લોહા કાટે કહેવત અનુસાર કોંગ્રેસે સ્ટારની સામે સ્ટાર તરીકે સપના ચૌધરીની પસંદગી કરી હશે. પરંતુ તેઓ કયા પક્ષમાં જોડાશે તે હજુ અવઢવમાં છે. સપના ચૌધરીની કયા પક્ષમાં જોડાવવું તેનો નિર્ણય કરવાનો સ્વતંત્ર અધિકાર છે. પરંતુ જે રીતે તેને પોતાની તરફ ખેંચવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. તે ખરેખરતો રાજકીય પક્ષોની નબળાઈ દર્શાવે છે. સપના ચૌધરીએ પણ જલ્દીથી નિર્ણય કરી લેવો જોઈએ કે તેઓ કયા પક્ષ સાથે જોડાવું જોઈએ જેથી તેના ચાહકોને વોટ આપવાની ખબર પડે. કારણ કે દેખીતી રીતે તેના ચાહકો સપના ચૌધરી પોતાના સપના પુરા કરવા જે પાર્ટીમાં જોડાશે તેમાં તેના ચાહકો હોંશે-હોંશે વોટ આપે તો નવાઈ નહીં!

 40 ,  3