September 26, 2022
September 26, 2022

ડાન્સર સપના ચૌધરીની ભાજપમાં એન્ટ્રી

જાણીતી ડાન્સર સપના ચૌધરી આખરે કેસરીયો ધારણ કરી લીધો. જવાહર લાલ નેહરુ સ્ટેડિયમમાં દિલ્હી ભાજપના સભ્ય અભિયાન કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપ મહાસચિવ રામલાલ અને મનોજ તિવારીની હાજરીમાં સપના ચૌધરી ભાજપમાં જોડાઇ.

સપના ચૌધરી ભાજપમાં સામેલ થવાની વાત ત્યારે પાક્કી થઇ ગઇ હતી જ્યારે દિલ્હીમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉત્તર પૂર્વ દિલ્હીથી ભાજપ ઉમેદવાર મનોજ તિવારીએ સપના ચૌધરી અને ભોજપુરી ગાયકની સાથે પોતાના ક્ષેત્રમાં એક વિશાળ રોડ શો કર્યો હતો.

આ વર્ષે માર્ચમાં સપના ચૌધરીની કેટલીક તસવીરો પ્રિયંકા ગાંધીની સાથે વાયરલ થઇ હતી. ત્યારબાદ સપના ચૌધરી કોંગ્રેસમાં જશે તેવી અટકળો હતી. જો કે તેણે તેની ના પાડી દીધી હતી. સપના ચૌધરી એ કહ્યું હતું કે તેઓ કલાકાર છે આથી ચૂંટણી લડવાની કોઇ ઇચ્છા નથી. પ્રિયંકા ગાંધીની સાથે ફોટો પર સપનાએ કહ્યું હતું કે હું પ્રિયંકા ગાંધીને મળી હતી પરંતુ આ જૂની તસવીર છે. સપના ચૌધરીએ કહ્યું હતું કે તે મનોજ તિવારીના સંપર્કમાં છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ આખા દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે. તેની શરૂઆત 6 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર કાશીથી કરી હતી. તેમણે સ્વચ્છ ભારત મિશનની અંતર્ગત વૃક્ષારોપણ કરી દેશના લોકોને આ અભિયાનમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી