સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે જોરદાર ખખડાવ્યા

PSI એ એક ગુનાનો ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

સરદારનગર પોલીસ છેલ્લા ઘણા સમયથી દેશી વિદેશી દારૂની હેરાફેરી અને જુગારધામના ધમધમી રહ્યા અડ્ડાઓને લઇ વિવાદમાં છે.ત્યારે એક દારૂના કેસમાં નાસ્તા ફરતા આરોપીનો પોલીસે ટ્રાન્સફર વોરન્ટ થી કબજો લીધો હતો.પી.એસ આઇ દરજીએ આરોપીને ત્રણ ગુનામાં અટક કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.આ મામલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.એચ.કાપડીયાએ નારાજગી વ્યક્ત કરી હતી.PSI વિરુદ્ધ ગેર કાયદેસર અટકાયતની ફરિયાદ કરવા પી.આઇ ને હાજર કરવા આદેશ કરતા પી.આઇ. કોર્ટ સમક્ષ હાજર થઇ બિનશરતી માફી માંગી હતી.

બનાવની વિગત એવી છે કે, સરદારનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગોવિંદ ઉર્ફે પીળીયો ઠાકોર નાસતો ફરતો હતો.PSI આર. પી.દરજીએ ટ્રાન્સફર વોરન્ટ થી વિદેશી દારૂના કેસમાં ધરપકડ કરી હતી.પોલીસે એક કેસમાં આરોપીને રજૂ કરવાના બદલે પેન્ડિંગ વધુ બે ગુનામાં પણ રજૂ કર્યા હતા.આ મામલે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ બી.એચ. કાપડિયાએ નારાજગી વ્યક્ત કરી હતી.આરોપીની કસ્ટડી કોર્ટની પાસે છે.ત્યારે જે કેસની કસ્ટડી લીધી હોય તે કેસ સિવાય બીજા કેસમાં કોર્ટની પરવાનગી સિવાય કરી શકાય નહીં.તપાસ અધિકારી સામે ગેર કાયદેસર અટકાયતની કેમ ફરિયાદ ના લેવી તેનો ખુલાસો આપવા આદેશ કર્યો હતો.પરંતુ પી એસ આઇ દરજી કોઈ ખુલાસો આપી શક્યા નહી.અંતે કોર્ટે પીઆઇને તાબોડતોડ કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યો અને એ સી ચેમ્બરમાં બેસી રહેતા પી આઈ ને તેનો લશ્કર ક્યાં લડી રહ્યો છે. તેની જાણ તેમને હોવી જોઈએ.એક તબક્કે તો કોર્ટે PSI ને કસ્ટડીમાં લેવા પણ કડક વલણ અપનાવ્યો .આખરે બે કલાક બાદ પી.આઈ. એમ એમ સોલંકી કોર્ટમાં હાજર થયા હતા.પી.આઇ. એ ભવિષ્યમાં આવી ભૂલ ના થાઈ તેની માફી માંગી હતી.અંતે કોર્ટે પી એસ આઇ ને ફરી આવી ભૂલ નહિ કરવાની શરતે જવા દીધા હતા.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી