સરદારનગર પોલીસની હરકત, મહિલાને માર મારનાર પોલીસ કોન્સ્ટેબલ સામે કરાઈ ફરિયાદ


પતિને છોડાવવા પોલીસ કોન્સ્ટેબલ અનિલ કામ્બલેએ માંગ્યા બે લાખ

સરદારનગર પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવી રહયા હેડ કોન્સ્ટેબલએ એક મહિલાને ગાલ ઉપર ચાર થી પાંચ લાફા મારી ગંદી ગંદી ગાળો બોલી પોતાના પતિને છોડાવવા માટે રૂપિયા બે લાખની માંગણી કરતા મહિલાએ આ મામલે ફરિયાદ કરી છે..

બનાવની વિગત એવી છે કે,ગઈ તા.29 મેં ના રોજ સાંજના સમયે કુબેરનગરમાં રહેતી મહિલા સીમરન સોનુભાઈ પોતાના ઘરે હાજર હતી.તેણીના પતિ પિયુષ ઉર્ફે ડેગડી કિશનભાઈ પણ ઘરે હાજર હતા.આ દરમિયાન કુબેરનગર પોલીસ ચોકીમાં સર્વેલન્સ સકોર્ડમાં ફરજ બજાવતા અનિલ કામ્બલે ઇશનપુર પોલીસ કર્મીઓની સાથે ઘરમાં ઘુસી ગયા હતા.

મહિલાના પતિને ઉપાડી જવાની વાત કરતા પક્કડ વોરંટની માંગણી કરી હતી.ત્યારે પો.કો.અનિલ એ તેના પતિને દબોચી કુબેરનગર પોલીસ ચોકી લઈ ગયા હતા.આરોપીનો વોર્રંટ માટે ચોકી આવવા મહિલાને કહ્યું હતું.આરોપીની પત્ની સીમરન ઘરે થી કુબેરનગર પોલીસ ચોકી ગઈ ત્યારે પોલીસે આવો કોઈ વોર્રંટ નથી.હોઈ તો પણ આરોપીને બતાવવામાં આવતું નથી.આ મામલે મહિલાએ પોલીસ કેન્ટ્રોલમાં ફોન કરવાની ધમકી આપતા પો.કો.અનિલ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.મહિલાને ગાલ ઉપર ચાર પાંચ લાફા મારી દીધા હતા.મહિલાને બીભત્સ ગાળો આપી હતી.પતિને છોડાવવા માટે રૂપિયા બે લાખની માંગણી કરી હતી.આ મામલે મહિલાએ ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,સરદારનગર પોલીસ મથકમાં આશરે 30 જેટલા પોલીસ કર્મીઓને એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ વર્ષ પુરા થઈ ગયા બાદ પણ કેમ બદલીઓ થતી નથી.તમામ પોલીસ કર્મીઓ કોઈ રાજકીય દબાણ થી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દયા રેહમ હેઠળ જ ફરજ બજાવી રહ્યા છે.

 112 ,  3