સરખેજના યુવકની હત્યા કરી લાશ કેનાલામાં ફેંકી દીધી, કડીથી ઝડપાયો કાતિલ પ્રેમી

અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલ્યો, પ્રેમ પ્રકરણમાં ખેલાયો હતો ખૂની ખેલ

સગાઇ કરનાર યુવતીનો પ્રેમી નિકળ્યો હત્યારો

કડી રંગપુરડા કેનાલમાંથી મળેલી લાશનો ભેદ અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. ગત રોજ સરખેજ વિસ્તારમાં ગુમ થયેલા યુવકની લાશ કડી ખાતેથી મળી આવી હતી. જેમાં પ્રેમપ્રકરણમાં હત્યા થઇ હોવાનું પુરવાર થયું છે.

સરખેજ વિસ્તારમાં મકરબા ખાતે રહેતો મોહંમદ કુરેશી ગત રોજ ગુમ થયો હોવાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ હતી. તપાસ દરમિયાન કડી નજીક રંગપુરડા નર્મદા કેનાલમાં મોહંમદ કુરેશીની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે કડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે હત્યાના મામલાને ઉકેલી કડી ખાતેથી સફરાજ અજીમ મુલ્લા નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મૃતક મોહંમદ કુરેશીની સગાઇ મોટા ગોરૈયા વિરમગામ ખાતે રહેતા બિલ્કીશબાનુ સાથે થઇ હતી. જો કે બિલ્કીશબાનુને કડી ખાતે રહેતા સરફરાજ અજીમ સાથે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે અમદાવાદ SOGની ટીમે કડી ખાતેથી સરફરાજની અટકાયત કરી પૂછપરછ કરતા મોહંમદ કુરેશીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

નોંધનિય છે કે, પ્રેમપ્રકરણમાં મોહંમદને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જે યુવતી સાથે સગાઇ થઇ હતી. તે યુવતીના પ્રેમીએ ખૂની ખેલ ખેલ્યો હતો. હાલ SOG ક્રાઇમ બ્રાન્ચે આરોપી સફરાજ અજીમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 113 ,  1