સર્પરાજ- અરે મૈં તો ભાઇજાન કો વિશ કરને ગયા થા..

જંગલમાં એ સર્પરાજ માથુ ઉંચી રાખીને ફરતો હશે…

56મા વર્ષમાં પ્રવેશ્યો બજરંગી ભાઇજાન…

ફિલ્મ કરતાં તેના લગ્નની ઘણાને ચિંતા છે..!


બોલીવુડનો ખરો “બિગબોસ” તો સલ્લુ જ છે..


અમદવાદમાં પતંગો પણ ઉડાડી છે સલમાને..!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

એક ખોજી પત્રકાર પનવેલના જંગલમાં આથડતો કૂટાતો ભટકતો રમતો આળોટતો…આળોટતો માંડ માંડ એક જગ્યાએ પહોંચીને જોયું-હાં છે તો એ જ..પણ મારો બેટો એની બેનપણી સાથે રોમાંસ કરે છે…હાં કંઇક અવાજ આવે છે. સાંભળુ તો ખરા કે શું વાતો થાય છે..બેનપણી-ક્યા બાત હૈ.. આ જ તો કુછ જ્યાદા હી રોમાંસ -વોમાંસ કર રહે હો…હમ દો હમારે દો પરિવાર નિયોજન ભૂલ ગયે હો કા…!? ઇબ છોડો ભી..! કહા ઘૂમ કે આયે હો..કીસી કો કાટા-વાટા કા ક્યા…?

સર્પરાજ-અરે એવુ કાંઇ નથી. આ તો શુ છે કે મૈ તો ભાઇજાન કો મિલને કો ગયેલા ક્યા..વો બજરંગી ભાઇજાન કો…વો પૈદાઇશી દિન હોતા હૈ ન…બેનપણી ફૂંફાડો મારીને- અબે બુધ્ધુ ઉસે હેપ્પી બર્થ ડે કહતે હૈ..હાં તો ફિર..ક્યા હુવા..? સર્પરાજ-હાં હાં..વો હી બાર બાર દિન યે આયે વાલા દિન..તો મૈં ભાઇજાન સે હાથ મિલાને ગયા તો બવાલ મચ ગયા…! બેનપણી- અબે શાણે.. તું ક્યા સમઝતા હૈ અપુન કે હાથ હોતે હૈ ક્યાં…તું જરૂર સે ઉસકો કિસ કરને ગયા હોગા..મૈં જાનતી હું આજકલ તુમ્હારે લછન ઠીક નહીં લગ રહે… બિગડ રહે હો…

સર્પરાજ- અરે, મોના ડાર્લિંગ કોઇ ઐસીવૈસી બાત નહીં હૈ..કસમ સે મૈં તો હાથ મિલા કે ઇધર કો ખીસકા ઔર ઉધર કો તો વાઉ..વાંઉ…સાયરન કી આવાજે..આને લગી…મૈં તો બિદક કે આ ગયા…! બેનપણી- તો યે બાત હૈ..સલ્લુ કો હાથ લગા કે આયે હો ઇસલિયે કુછ જ્યાદા હી રોમાંસ કે લડ્ડુ ફૂટ રહે હૈ તોહરે મનમાં ..આઓ તુમ્હે ચાંદ પે લે જાઉં…!!

ખોજી પત્રકાર માથુ ખંજવાળવા લાગ્યો- સાલુ સર્પરાજ હાથ કઇ રીતે મિલાવે…? અને કીસ…? તેની કીસ એટલે લાસ્ટ કીસ…પછી કોઇ પાણી જ ન માંગે…ઓ માય ગોડ..સલમાનને કરડ્યા પછી રોમાંસની માત્રા વધી ગઇ…? ઔર ક્યૈોં ન હો.., 27 ડિસેમ્બરના રોજ 56મા વર્ષમાં પ્રવેશ કરનાર અબ્દુલ રશીદ સલીમ સલમાનખાન (આખુ નામ) પર હજુ પણ મહિલાઓ..કોલેજીયન યુવતીઓ મરી ફીટે છે….તેની એક ઝલક જોવા માટે તરસતી હોય છે…કદાજ એ યુવતીઓની દુવાઓને કારણ તે સર્પરાજે ડંખ માર્યા પછી પણ હેમ અને ખેમ છે અને 56મો જન્મ દિન ઉજવી રહ્યો છે..!

બોલીવુડમાં 56 વર્ષે પણ સલમાનખાનનો દબદબો છે. અડધા બોલીવુડ પર તે રાજ કરે છે. અડધા ઉપર અક્ષયકુમાર, ઋત્વિક રોશન,શાહરૂખ અને અમિતાભ બચ્ચન. ઘણાંની કેરીયર સલમાને બનાવી અને આગળ વધાર્યા. તે એક સારો બિઝનેસમેન પણ છે. સ્ટેન્ડિંગ કોમેડિયન કપિલ શર્માનો “ધ કપિલ શર્મા શો” લોકપ્રિય થયો તો સલમાને આખો શો જ ખરીદી લીધો…! ફિલ્મોમાાં રોકાણની સાથે બિગબોસ જેવા રિયલ્ટી શોના હોસ્ટ તરીકે કરોડો કરોડો વસૂલે છે.સલ્લુની એક એક ફિલ્મ 100 કરોડની કલબમાં એન્ટ્રી મેળવે છે.

જોલી એલએલબી-2માં અક્ષયકુમાર કોર્ટમાં, પીઆઇને દલીલોમાં ફસાવવા સવાલ કરે છે કે-કયા આપ બતા શકતે હો કી સલમાન કી શાદી કબ હોગી…?!! પેલો પીઆઇ કોર્ટરૂમમાં હાસ્યની છોળો વચ્ચે કહે છે કે મને કઇ રીતે ખબર પડે..? આ ભલે ફિલ્મી ડાયલોગ હોય પણ દેશના યુવાનોમાં ચર્ચાતા આ સવાલનો કે સલમાન ક્યારે લગ્ન કરશે..સવાલનો જોલી…ફિલ્મમાં ખૂબ સારો ઉપયોગ કર્યો હતો. તો આજ કા સવાલ એ છે કે સલમાન કી શાદી કબ હોગી….?! જવાબના ચાર ઓપ્શન માટે કેબીસીમાં જવુ પડે…કેમ કે અહીં કોઇ ઓપ્શન જ નથી…

ફિલ્મોનો કોઇ એક હીરો લગ્ન કરે કે ના કરે તેનાથી દેશને શું લાગેવળગે…? તે લગ્ન કરે તો તેનાથી શું થઇ જવાનુ હતું.? .જેની સાથે નામ બોલાતુ હતુ તે કેટરીનાએ તો બાજે-ગાજે કે સાથ ડંકે કી ચોટ પર લગ્ન કરી લીધા અને ભાઇજાન હજુ “જાન” કે “જાનુ “ની શોધમાં હશે..!! અને આમ પણ લગ્નની કોઇ ઉંમર ક્યાં હોય છે. 80 વર્ષે લોકો લગ્ન કરે છે. અને રાજસ્થાનમાં તો બાળ વિવાહની એવી સમસ્યા છે કે દુલ્હા -દુલ્હન હજુ તો ઘોડિયામાં રમતા હોય અને તેના લગ્ન થઇ જાય છે..! એટલે સલ્લુ ભાઇજાન 56મા વર્ષે કે તે પછીના વર્ષે કે 60મા વર્ષે પરણે તો કહ નહીં શકતે.તેના પિતા સલીમખાનને ચોક્કસ એમ થતુ જ હોય કે સલ્લુ લગ્ન કરે તો તેના સંતાનોને પણ રમાડવાની તક મળે..! પનવેલના ફાર્મહાઉસમાં સલમાનને સાપે કરડ્યા બાદ સલીમખાનની ચિંતા વધી ગઇ તે સ્વાભાવિક છે. અને તેમણે કહ્યું પણ હોય કે બેટા, શાદી બ્યાહ કર લો..યે વાલા સાંપ તો જહરીલા નહીં થા, બચ ગયે કોઇ ઔર આયેગા તો…

લગ્નની વાત સલ્લુ પર અને તેમના સલીમખાન પર છોડી દઇએ. પણ એક વાત નોંધવી જોઇએ કે સલમાનખાને અમદાવાદમાં ધાબે ચઢીને પતંગો ઉડાડવાની મોજ પણ માણી છે. તેને ખડખડાટ અને પેટ પકડીને હસતો જોવો હોય તો ફિલ્મોમાં નહીં પણ કોમેડિયન કપિલ શર્માના શોના એપિસોડ જોવા જોઇએ. કેમ કે ફિલ્મામાં તો પટકથા અનુસાર હસવુ પડે ગંભીર થવુ પડે પણ કપિલના શોમાં તો ખડખડાટ હસાસહસી જ હોય અને તેમાં તે દિલ ખોલીને હસતો જોવા મળશે…

ફિલ્મોમાં શર્ટ ઉતારવાની શરૂઆત લગભગ સલ્લુએ જ કરી. અને સુલ્તાન ફિલ્મમાં કુશ્તીના સીનમાં લંગોટમાં જોવા મળ્યો…. બે પગની વચ્ચે ટુવાલ નાંખીને ડાન્સ સલ્લુ જ કરી શકે.. તો દબંગમાં કોલરની પાછળ ગોગલ્સ લગાવવાની ફેશન અને પૂર્વ રાષ્ટ્રપતિ કલામ જેવી હેરસ્ટાઇલ પણ તેમણે એક ફિલ્મમાં રાખી હતી.સલ્લુ લગ્ન સિવાયના કોઇ વાદ વિવાદમાં સપડાયો નથી.તેમે પનવેલના ફાર્મહાઉસમાં કરડનાર સર્પરાજ પણ જંગલમાં માથુ ઉંચુ રાખીને ફરતા હશે- સલ્લુ ભાઇ કો મિલ કે આયા હું…!!

 68 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી