September 23, 2020
September 23, 2020

સુરત : બિલ્ડીંગમાં ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા સૌરાષ્ટ્ર ગેંગના ચાર શખ્સોની હથિયારો સાથે ધરપકડ

બીટકોઈન કેસમાં સંડોવાયેલા આરોપી શૈલેષ ભટ્ટે સૌરાષ્ટ્રની કુખ્યાત ગેંગને આપી હતી સોપારી

સુરતના પાસોદરા રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક ગ્રીન બિલ્ડીંગમાં કેટલાય દિવસથી ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા સૌરાષ્ટ્ર ગેંગના કુખ્યાત ચાર શખ્સોને ગત્ત રાત્રે સરથાણા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે પકડાયેલા લોકો પાસેથી હાથ બનાવટની ચાર પિસ્તોલ, જીવતા કારતુસ 13, ચાર મોબાઇલ સહિત કુલ 45,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

સૌરાષ્ટ્ર ગેંગના શખ્સો સુરતમાં બિલ્ડર પાસેથી નાણા વસુલવા તેમજ  જમીન પર કબ્જો જમાવવા આવ્યા હતા. બીટકોઈન કેસમાં સંડોવાયેલા આરોપી શૈલેષ ભટ્ટે આ સોપારી આપી હોવાનું સામે આવ્યું છે.

સુરતના બિલ્ડર રાજુ રવજીભાઈ દેસાઈ દ્વારા લસકાણા ગામની સીમમાં સિદ્ધિવિનાયક ગ્રીન નામથી બિલ્ડીંગમાં સૌરાષ્ટ્રની ગેંગે કબ્જો જમાવ્યાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં સલીમ ઇબ્રાહીમ ઠેબા, સાજીદ સુલ્તાન ઠેડા, હનીફ અલ્લારખા દરગાઝા, ઉમર કાસમ પટ્ટણીને ઝડપી લેવાયા હતા. ચારેય પાસેથીદેશી બનાવટની પિસ્તોલ 13 નંગ કારતુસ મળી આવ્યા હતા. 

ઘટનાની વિગત મુજબ, બિલ્ડર રાજુ રવજીભાઈ દેસાઈ પ્રોજેક્ટ માટે બીટકોઈન કેસમાં સંડોવાયેલા આરોપી શૈલેષ ભટ્ટ તેમજ વિજય ખોખરીયા નામના વ્યક્તિ પાસેથી વર્ષ 2015માં 1.5 ટકાના વ્યાજે રૂપિયા 4 કરોડ જેટલી રકમ વ્યાજ પેટે લીધી હતી. જો કે બાદમાં 1.5 ટકાના બદલે 4.30 ટકાનું વ્યાજ વસૂલ કરવા બળજબરીપૂર્વક શૈલેષ ભટ્ટ તેમજ વિજય ખોખરીયા દ્વારા દબાણ કરવામાં આવતું હતું.

જો કે બિલ્ડર રાજુ દેસાઈએ મૂળ મુદ્દલ સામે વ્યાજ સહિત 6 કરોડ જેટલી રકમ પણ ચૂકવી દીધી હતી. પરંતુ બાદમાં શૈલેષ ભટ્ટ દ્વારા રાજકોટ ગોંડલના માથાભારે અનિરુદ્ધ સિંહ ઉર્ફે અનિરૂદ્ધ સિંહ રીબડા મહિપતસિંહ જાડેજા તેમજ ટોળકીના સભ્યોને બિલ્ડર રાજુ દેસાઈ પાસેથી વધુ રૂપિયા 25 કરોડ કઢાવી લેવા માટે સોપારી આપવામાં આવી હતી. જે માટે સૌરાષ્ટ્રના અનિરુદ્ધસિંહ જૂનાગઢ ખાતે રહેતા પોતાના માણસો સલીમ ઈબ્રાહીમ ઠેબા, સાજીદ સુલતાન થેબા, હનીફ અલ્લારખા દરઝાદા શહીદ ઉમર કાસમ પટનીને સુરતના લસકાણા ખાતે આવેલી બિલ્ડર રાજુ દેસાઈની બાંધકામ સાઈટ પર ફેબ્રુઆરી માસમાં બેસાડી કબજો જમાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ બે દિવસ અગાઉ શબીર નામના ઈસમે રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી રાજુ દેસાઈને આપી હતી.

હાલ આ મામલે પોલીસે ચાર આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે 11 વોન્ટેડ બતાવામાં આવ્યા છે. તેમણે ઝડપી પાડવા પોલીસે વધુ ચક્રોગતિમાન કર્યા છે.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર