ટીવીના જાણીતા બાળ કલાકારનું રોડ અકસ્માતમાં મોત, માતા-પિતા ગંભીર રીતે ઘાયલ

કલર્સ ચેનલ પરનાં ટીવી શો સસુરાલ સિમર કા સંકટમોચન હનુમાન જેવાં ટીવી શોમાં કામ કરી ચુકેલાં ચાઇલ્ડ એક્ટર શિવલેખ સિંહનું રોડમાં નિધન થઇ ગયુ છે. ટીવીના ફેમસ ચાઈલ્ડ એક્ટર શિવલેખ સિંહના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. ગુરૂવારે એક અકસ્માતમાં તેનું મોત થયું છે. શિવલેખ ‘બાલવીર’, ‘સંકટમોચન હનુમાન’ અને સસુરાલ સિમર કા’ જેવી ટીવી સીરિયલમાં તે પોતાના રોલ માટે જાણીતો છે.

ન્યૂઝ એજન્સી અનુસાર છત્તીસગઢના રાયપુર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે ટક્કરમાં 14 વર્ષીય શિવલેખ સિંહનું મોત નિપજ્યું છે. જાણકારી અનુસાર ઘટનામાં તેમના માતા-પિતા સહિત ત્રણેય લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માત બાદ ટીવી ઇન્ડ્રસ્ટ્રી આધાતમાં છે.

શિવલેખના પરિવારનાં નિકટનાં જણાવ્યાં પ્રમાણે, રાયપુર ઈન્ટરવ્યું આપવા જઈ રહ્યો હતો. તે સમયે તેનો પરિવાર તેની સાથે જ હતો. શિવલેખની માતા લેખના સિંહની હાલત પણ બહુ ગંભીર છે.

સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ આરિફ શેખે જણાવ્યું હતું કે, આ અકસ્માત બપોરે 3 વાગ્યે થયો હતો. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. હાલમાં ટ્રક ડ્રાઈવરની તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, શિવલેખ રેમો ડિસૂઝાની ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. આ ફિલ્મનું 90 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

શિવલેખની માતા લેખના અને પિતા શિવેન્દ્ર સિંહનો હાલમાં ઇલાજ ચાલુ છે. શિવલેખ જાંજગીરનાં નરિયરા ગામનો રહેવાસી હતો. હાલમાં તે મુંબઇમાં પરિવાર સાથે રહેતો હતો. રિપોર્ટ્સ મુજબ શિવલેખની માતા છત્તીસગઢમાં પ્રિન્સિપલ હતી. દીકરાનાં કારણે નોકરી છોડીને મુંબઇ ચાલી ગઇ હતી.

 71 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી