સત્યા નડેલા બન્યા માઈક્રોસોફ્ટના નવા ચેરમેન…

હવે સત્યા નડેલા જોન થોમ્પસનની જગ્યા લેશે..

ઉદ્યોગ જગતમાં અનેક નવા-નવા ઉદ્યોગપતિઓ પોતાની કંપનીને આગળ લાવવા માટે પ્રયાસો કરે છે.આવા જ એક સફળ વ્યક્તિ તરીકે સત્યા નડેલા પણ માનવામાં આવે છે.ભારતીય મૂળના અમેરિકન નાગરિક અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા નવા સફળતાના સોપાન પર ચઢી રહ્યા છે. હવે માઈક્રોસોફ્ટના સત્યા નડેલાને કંપનીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ,સત્યા નડેલા વર્ષ 2014માં માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર બન્યા હતા.તેમણે સ્ટીવ બાલ્મરની જગ્યા લીધી હતી. હવે નડેલા જોન થોમ્પસનની જગ્યા લેશે. થોમ્પસન હવે લીડ ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર રહેશે. હમણાં જ મળતી માહિતી મુજબ ,સત્યા નડેલાએ લિંકડઈન, ન્યૂનસ કમ્યૂનિકેશન્સ અને જેનીમૈક્સ જેવી અનેક કંપનીઓએ અબજો ડોલરની ભાગીદારીમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

નોંધનીય છે કે ,સત્યા નડેલાનો જન્મ ભારતના હૈદરાબાદમાં વર્ષ 1967માં થયો હતો. તેમના પિતા એક સરકારી અધિકારી હતા અને મા સંસ્કૃત લેક્ચરર હતા. તેમનો શરુઆતનો અભ્યાસ હૈદરાબાદ પબ્લિક સ્કૂલથી કર્યા બાદ 1988માં મનિપાલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને આ બાદ કમ્પ્યૂટર સાયન્સમાં એમએસ કરવા માટે એમેરિકા ગયા.તેમણે ત્યાં 1996માં શિકાંગોના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યુ.

 48 ,  1