September 26, 2022
September 26, 2022

SK: સત્યમની હત્યા કરવામાં આવી હોવાનું પરિવારજનોનો દાવો, પુન: તપાસની માંગ

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં નવાનાની ગામે ગત તા. ૨૫ જુન ના રોજ સત્યમ નામક એક યુવકની ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણને જવાબદાર ગણાવ્યું હતું જો કે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પરિજનોએ આક્ષેપ કર્યો હતો કે સત્યમ ની હત્યા કરીને લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી. આ ઘટનાને લઇ પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો. જો કે બાદમાં પોલીસે પરિવારજનોને સમજાવી મામલો ઠારે પાડ્યો હતો અને સત્યમના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

આજે આ ઘટનાને ૧૨ દિવસ બાદ મૃતક સત્યમ પરિવારજનો જીલ્લાની SP કચેરી ખાતે આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની ફરીથી નિષ્પક્ષ તપાસ થયા તેવી માંગ કરી હતી. પરિવારજનોનું કહેવું છે કે, પોલીસ દ્વારા ખોટી રીતે ડરાવી ધમકાવીને મૃતક સત્યમના અંતિમ સંસ્કાર કરવા માટે મજબુર કરવામાં આવ્યા હતા. પોલીસની ધમકીથી ડરીને તેમણે સત્યમના અગ્નિ સંસ્કાર કરી નાખ્યા હતા. પરંતુ હવે તો સમગ્ર ઘટનાની ફરી થી નિષ્પક્ષ તપાસ થાય તેમજ મૃતકને ન્યાય મળે તેવું પરિવારજનો ઈચ્છે છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી