કોરોનાની દહેશત..! સાઉદી અરબે ભારત સહિત 20 દેશોની ફ્લાઇટ પર પ્રતિબંધ લાગાવ્યો

સાઉદી અરબના આ નિર્ણયથી ભારત સહિત દેશોમાં વ્યાપારમાં થશે નુકસાન

કોરોનાના વધતા જોખમને જોતા સાઉદી અરેબિયાએ વિવધ 20 દેશોની ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે અને નાગરિકોના રક્ષણ કાજે 20 દેશોથી સાઉદી અરેબિયા જતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ 20 દેશોમાં ભારત અને પાકિસ્તાન પણ શામેલ છે. સાઉદી અરેબિયા દ્વારા આ પ્રતિબંધની અસર સાઉદી અરેબિયામાં કામ કરતા ઘણા ભારતીયો અને પાકિસ્તાનીઓને પડી શકે છે.

સાઉદી અરબની Civil Aviation Authority દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવાયું છે કે કોરોનાના વધતા જોખમને જોતા અન્ય દેશોમાંથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ પર અસ્થાયી રીતે રોક લગાવવામાં આવી છે. 

અરબ વહીવટીતંત્રે દેશના લોકોને કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. ફાઈઝર અને ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા રસીઓ આપવામાં આવી રહી છે. જો કે તકેદારીને લઇ સાઉદી અરેબિયાએ પાકિસ્તાન અને ભારત સહિત 20 દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પ્રતિબંધ પાડોશી ઇજિપ્ત, યુએઈ, લેબેનોન, જર્મની, બ્રિટન, આયર્લેન્ડ, ઇટાલી, યુનાઇટેડ સ્ટેટ્સની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.

સાઉદી અરેબિયા અને યુએઈમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો રહે છે. આવામાં સાઉદી અરબની સરકારનો આ નિર્ણય ભારતીયો માટે મોટી મુશ્કેલી પેદા કરી શકે છે. 

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર