ભારતના પહેલા સમલૈંગિક જજ બનશે સૌરભ કિરપાલ

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે પ્રથમ સમલૈંગિક જજને મંજૂરી આપી

દેશમાં પહેલીવાર એક સમલૈંગિક વ્યક્તિ હવે જજની ખુરશી પર બેસવા જઈ રહી છે. વરિષ્ઠ વકીલ સૌરભ કૃપાલને હવે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સૌરભ છેલ્લા ઘણા સમયથી આ માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વરિષ્ઠ વકીલ સૌરભ કિરપાલને દિલ્હી હાઈકોર્ટના જજ બનાવવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે, તે ભારતના પહેલા સમલૈંગિક જજ બની શકે છે. આ નિર્ણય ન્યાયતંત્રના ઈતિહાસમાં પણ ઉદાહરણ બની શકે છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે પહેલીવાર સમલૈંગિક જજ બનાવવાનો નિર્ણય લીધો છે. જો નિમણૂંક થશે તો તેઓ ભારતના પ્રથમ ગે જજ હશે.

આ મામલે સુપ્રમી કોર્ટ તરફથી એક નિવેદન બહાર પડાયું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, કોલેજિયમની બેઠક 11 નવેમ્બરે યોજઈ હતી. જેમાં તેમના નામની ભલામણ કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયધીશ એસએ બોબડેએ કેન્દ્ર સરકારને ન્યાયાધીશ તરીકે સૌરભ કિરપાલ ની નિમણૂંક અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવા અંગે કહ્યું હતું.જો કે, આ પહેલા પણ ચાર વખત એવું બન્યું છે કે, તેમના નામ પર જજ બનાવવા અંગે અલગ અલગ અભિપ્રાય આવી ચૂક્યા છે . સૌરભ કિરપાલના નામ પર સૌથી પહેલા કોલેજિયમને 2017માં દિલ્હી હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.

સૌરભ કિરપાલે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે જ સમયે, તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનમાં કાયદાની ડિગ્રી મેળવી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક (કાયદો). તેમણે બે દાયકા સુધી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી છે. સાથે જ તેમણે જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર સાથે પણ કામ કર્યું છે. સૌરભની ખ્યાતિ ‘નવતેજ સિંહ જોહર વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા’ના કેસમાં જાણીતી છે, હકીકતમાં તે કલમ 377 હટાવવા માટે અરજીકર્તાના વકીલ હતા. સપ્ટેમ્બર 2018 માં, કલમ 377 સંબંધિત કાયદાને સુપ્રીમ કોર્ટે હટાવી દીધો હતો.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી