કેન્દ્રમાં સૌરાષ્ટ્રનું કદ ફરી વધ્યું: મનસુખ માંડવિયાની રાજકીય બાબતોની કમિટીમાં એન્ટ્રી

કેબિનેટમાં મંત્રીપદ બાદ મનસુખ માંડવિયાને વઘુ એક જવાબદારી સોંપાઈ

કેન્દ્રીય કેબિનેટમાં તાજેતરમાં થયેલા ફેરબદલ અને વિસ્તરણ બાદ હવે કેબિનેટ કમિટીઓમાં પણ મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. કમિટીઓમાં પણ વડાપ્રધાન મોદીએ યુવા નેતાઓને પ્રાથમિકતા આપી છે. મનસુખ માંડવીયા, સ્મૃતિ ઈરાની, ભુપેન્દ્ર યાદવ ઉપરાંત સર્વાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, અનુરાગ ઠાકુર, નારાયણ રાણે સહિતના અનેક મંત્રીઓને કમિટીમાં જગ્યા આપવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવને તમામ મહત્ત્વની સમિતિઓમાં સામેલ કરવામાં આવ્યા છે.

રાજકીય બાબતો સાથે જોડાયેલી કેબિનેટ કમિટીમાં મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, સર્વાનંદ સોનોવાલ, ગિરીરાજસિંહની એન્ટ્રી થઈ છે. આ કમિટીની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં રહેશે.

રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરની જગ્યાએ અનુરાગ ઠાકુર અને કિરણ રિજિજુને સંસદીય બાબતોની કેબિનેટ સમિતિમાં સભ્ય બનાવવામાં આવ્યા છે. આ કમિટિની કમાન રક્ષામંત્રી રાજનાથસિંહના હાથમાં રહેશે.

બીજી બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, અશ્વિની વૈષ્ણવને પહેલીવાર રોકાણ અને વિકાસની કેબિનેટ સમિતિમાં સભ્ય બનાવવામાં આવ્યા છે.

રોજગાર અને સ્કિલ સાથે સંકળાયેલી સમિતિમાં આરસીપી સિંહ, અશ્વની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, હરદીપ પુરીની એન્ટ્રી થઈ છે.

 24 ,  1