September 23, 2020
September 23, 2020

આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા શરૂ, 11 પરીક્ષા કેન્દ્ર પરથી 931 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા તૈયાર

કોરોના મહામારી વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી મેડિકલ અને પેરા મેડિકલ વિભાગની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે. 11 પરીક્ષા કેન્દ્ર પરથી 931 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા તૈયાર છે. તેના માટે આગમચેતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.કોરોના મહામારીના કારણે એક પરીક્ષા ખંડમાં 50 ટકાની મર્યાદામાં 15 જ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના સંક્રમિતથી બચવા માટે વિદ્યાર્થીઓમાં હોમિયોપેથી દવાનું પણ વિતરણ કરાશે. સરકાર અને UGCની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે.

મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસ વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. યુનિવર્સિટી મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષાઓ આજથી શરૂ થતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર છે. કુલ 11 પરીક્ષા કેન્દ્રો પરથી 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કેન્દ્ર સરકાર અને UGCની ગાઈડલાઈન મુજબ પરીક્ષામાં ખાસ કાળજી લેવાશે.

તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરાશે. માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડિસ્ટરન્સનું પાલન કરવાનું રહેશે.એક પરીક્ષા ખંડમાં 50 ટકા એટલે કે 15 વિધાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમીઓપેથી દવાઓનું વિતરણ કરાશે. 10 કલાકે VC PVC પરીક્ષા કેન્દ્ર હાજરી આપશે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર